Posts

Showing posts from May, 2017

હોર્સપાવર અને કિલોવોટ ( HP And KW )

Image
હોર્સપાવર અને કિલોવોટ :         HP And KW     હોર્સપાવર :                                     હોર્સપાવર એ યાંત્રિક પાવર નો એકમ છે ,એટલે કે મિકેનીકલ એન્જીનીયરીંગ માં પાવર ને મેઝર કરવા માટે હોર્સપાવર નો ઉપયોગ થાય છે.તેની વ્યાખ્યા નીચે મુજબ છે.                                     75 કિલોગ્રામ નું વજન એક સેકન્ડ માં એક મીટર ખસેડવા થી અથવા તો 4500 કિલોગ્રામ નું વજન એક મિનિટ માં એક મીટર ખસેડવાથી જે કાર્ય થાય છે.તેને હોર્સપાવર કહેવામાં આવે છે. જાણો:  વીજળી એટલે શું?            કિલોવોટ :                                    કિલોવોટ એ ઇલેક્ટ્રિક પાવર નો એકમ છે.તેની વ્યાખ્યા નીચે મુજબ છે.                                  વીજળી થી થતા કાર્ય કરવાના દર ને ઇલેક્ટ્રિક પાવર કહેવામાં આવે છે.તેનો એકમ w  છે અને મોટો એકમ KWH છે                                                         1 HP = 735 વોટ =0.735 કિલોવોટ                                                અને  1 kw = 1000વોટ =1.36 HP                                                                        તો આ રીતે જાણી શકાય કે ક

વીજકાર્યશક્તિ (electric energy)

Image
વીજકાર્યશક્તિ એટલે શું ?                                                               વીજળી દ્વારા કાર્ય કરવાની ક્ષમતા ને વીજકાર્યશક્તિ અથવા ઇલેક્ટ્રિક એનર્જી કહેવામાં આવે છે.તેનો એકમ વૉટ અવર (WH) છે.ઇલેકટ્રીકલ એનર્જી ની ગણતરી વીજળી થી થયેલ કાર્ય અને તે કાર્ય માટે થયેલ સમય ના ગુણાકાર થી કરી શકાય. જાણો:  વીજળી એટલે શું?                                  વૉટ અવર (WH) નો મોટો એકમ કિલો વૉટ (KWH) છે.1000 watt =1kwh  થાય. 1kwh ને એક યુનિટ તરીકે ઓળખવામાં આવે છે અને  વ્યવહાર માં આપણે એ રીતે જ ઉપયોગ માં લઈએ  છીએ.તેને બોર્ડ ઓફ ટ્રેડ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે.અને તેને એનર્જી મીટર દ્વારા માપવામાં આવે છે.                                  હવે જો આપણે કોઈ પણ સાધન નું મૂલ્ય જાણતા હોય કે તે કેટલી વીજશક્તિ વાપરે છે તો તેના માધ્યમ થી તેનું કુલ વપરાશ યુનિટ માં પણ આપણે શોઘી  શકીયે છીએ.અને જો એ ધ્યાન હોય કે યુનિટ ચાર્જ કેટલો છે તો આપણે તે મહિના નું લઈટ બિલ શોધી શકીયે છીએ                                   

ઓહમ નો નિયમ

Image
આ પોસ્ટ માં આપણે ઓહમ નો નિયમ ( ohm no niyam gujarati ), ઓહમ નું સૂત્ર, વિષે સમજીશું તો આવો સમજીયે Ohm No Niyam In Gujarati વિસ્તાર માં  ઓહમ નો નિયમ (ohm no niyam gujarati) :                                       કોઈ પણ સર્કિટ માં ત્રણ પરિમાણ જોવા મળે છે  વીજપ્રવાહ  I  વીજદબાણ  V  વીજ અવરોધ R                          ઉપર  પરિમાણો વચ્ચે ઓહ્મ દ્વારા ચોક્કસ સંબંધ શોદવામાં આવ્યો જેને ઓહ્મ નો નિયમ કહેવામાં આવ્યો જે નીચે મુજબ છે. જાણો: ઓહ્મ નું સૂત્ર     ઓહ્મ નો નિયમ :                                 ઓહ્મ ના નિયમ પ્રમાણે અચળ  ઉષ્ણતામાને કોઈ પણ બંધ સર્કિટ માં વહેતો પ્રવાહ દબાણ ના સમપ્રમાણ માં અને અવરોધ ના વ્ય્સ્તપ્રમાણ માં હોય છે. જાણો:  અવરોધ એટલે શું?                      આમ આપણને આ નિયમ પરથી                                                       I =V /R  એમ સૂત્ર મળે છે                      આ નિયમ થી આપણે ત્રણે પરિમાણો શોધી શકીયે છીએ 

ઓહ્મના નિયમ માટેનો જાદુઈ ત્રિકોણ

Image
ઓહ્મના નિયમ માટેનો જાદુઈ ત્રિકોણ :                                                                      ઉપર ની આકૃતિ માં ઓહ્મ નો નિયમ સરળ રીતે દર્શાવેલ છે. ઓહ્મ ના નિયમ પ્રમાણે ત્રણ પરિમાણો માંથી જે પરિમાણ ને શોધવા નું હોય તેના પર અંગુઠો મુકો એટલે બાકીના બે પરિમાણ નો તમને પરિણામ બતાવી દેશે                                          દા.ત.તમારો અંગુઠો I  પર મુકો એટલે I =V /R  એ પરિણામ આવ્યું એ રીતે V ઉપર અંગુઠો મુકવાથી V =IR  એને R ઉપર અંગુઠો મુકવામાં આવે તો R =V /I  પરિણામ જોવા મળશે 

વિશિષ્ઠ અવરોધ અથવા અવરોધકતા

Image
વિશિષ્ઠ અવરોધ અથવા અવરોધકતા :                                         તેને સ્પેસિફિક રેઝિસ્ટન્સ કે રેઝીસ્ટીવીટી પણ કહેવામાં આવે છે.                                  R = ρ L/A માં જો L =1m ,A = 1mxm લેવામાં આવે તો R = ρ  થાય છે એટલે કે વિશિષ્ઠ અવરોધ એ કન્ડક્ટર પદાર્થ ના એક મીટર દ્વારા નડતો અવરોધ હોય છે. જાણો: અવરોધ એટલે શું?                   વિશિષ્ઠ અવરોધ નો એકમ                                                   R =  ρ L /A                                  એટલે કે       ρ = RA /L                                                    ∴  ρ = ઓહ્મ - mxm/m  = ઓહ્મ -મીટર                                                               જ્યાં m = મીટર 

અવરોધ એટલે શું? તેનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે ?

Image
અવરોધ એટલે શું? તેનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે ?     અવરોધ : (resistance atle su)                        કોઈપણ પદાર્થ કે વાહક માંથી વીજળી ના  પ્રવાહ ને અવરોધ કરવાના તે વાહક કે પદાર્થ ના ગુણધર્મ ને તેનો અવરોધ કહેવામાં આવે છે. તેને R સંજ્ઞા થી  દર્શાવવા  આવે છે.અને તેનો એકમ ohm છે. તેને માપવા માટે ઓહ્મ મીટર નો  ઉપયોગ થાય છે.ઓહ્મ મીટર ને ક્યારેય  સપ્લાય સાથે જોડવામાં નથી આવતું તેના માટે જે સાધન નો અવરોધ માપવાનો હોય તેના બે છેડા ઉપર ઓહ્મમીટરના બે છેડા પેરેલલમાં જોડવામાં  આવે છે. જાણો:  વીજળી એટલે શું?      અવરોધ નો આધાર :                         વાહક ના અવરોધ નો આધાર નીચે મુજબ ની બાબત પર રહેલો છે.            1.વાહકની ધાતુ પર         2.વાહક ની લંબાઈ પર         3.વાહક ની જાડાઈ પર         4.વાહકના ઉષ્ણતામાન પર    1.વાહકની ધાતુ પર :                                       વાહક જે પદાર્થ નો બનેલો હોય છે.તે પદાર્થ ના ગુણધર્મ પર વાહક ના અવરોધ નો આધાર રહેલો હોય છે. અલગ અલગ ધાતુ ના બનેલ વાહકો નો અવરોધ અલગ અલગ હોય છે.જેમકે તાંબા નો અવરોધ તેના જેટલા જ લંબાઈ અને જાડાઈ ન

વાહકતા એટલે શું ?

Image
વાહકતા એટલે શું ?                                                  કોઈપણ વાહક કે પદાર્થ ની વીજપ્રવાહ વહેવડાવવા ની શક્તિ ને કે ગુણધર્મ  ને વાહક કે પદાર્થ ની વાહકતા  અથવા કન્ડકટીવીટી કહેવામાં આવે છે.વાહકતા અવરોધ નો વિરુદ્ધ ગુણધર્મ છે એટલે કે વાહક ના અવરોધ ના વ્યસ્તને તેની વાહકતા કહે છે. અવરોધ નો એકમ ઓહ્મ છે.જયારે વાહકતા નો એકમ ઓહ્મ ને ઉલ્ટી રીતે વાચતા મ્હોં થાય છે.તેને G સંજ્ઞા થી દર્શાવવા માં આવે છે.               આમ                                                  વાહકતા =1/અવરોધ                                                                                     એમ કહી શકાય જાણો: બ્રિજ રેક્ટિફાયર એટલે શું ?

વીજશક્તિ કે ઈલેકટ્રીક પાવર એટલે શું ?

Image
વીજશક્તિ કે ઈલેકટ્રીક પાવર એટલે શું?                                       વીજળી થી થતા કાર્ય  દર ને ઇલેક્ટ્રિક પાવર કહે છે.તેને P સંજ્ઞા વડે દર્શાવવા માં આવે છે.તેનો એકમ વૉટ (W) છે. અને તેને વૉટ મીટર થી માપવામાં આવે  છે.   જાણો:  વીજળી એટલે શું?

અવરોધ કે રેઝીસ્ટન્સ એટલેશું?

Image
અવરોધ કે રેઝીસ્ટન્સ એટલેશું                                                                      કોઈપણ પદાર્થ કે વાહક માંથી વીજળી ના  પ્રવાહ ને અવરોધ કરવાના તે વાહક કે પદાર્થ ના ગુણધર્મ ને તેનો અવરોધ કહેવામાં આવે છે. તેને R સંજ્ઞા થી  દર્શાવવા  આવે છે.અને તેનો એકમ ohm છે. તેને માપવા માટે ઓહ્મ મીટર નો  ઉપયોગ થાય છે. જાણો: વીજળી એટલે શું? ઓહ્મ મીટર ને ક્યારેય  સપ્લાય સાથે જોડવામાં નથી આવતું તેના માટે જે સાધન નો અવરોધ માપવાનો હોય તેના બે છેડા ઉપર ઓહ્મમીટરના બે છેડા પેરેલલમાં જોડવામાં  આવે છે.

વીજપ્રવાહ એટલે શું ?

Image
વીજપ્રવાહ એટલે શું ?                         કોઈપણ કન્ડક્ટર માં વહેતા ઇલેક્ટ્રોન ના પ્રવાહ ને વિજપ્રવાહ કે ઇલેક્ટ્રિક કરન્ટ કહેવામાં આવે છે.તેની સંજ્ઞા I  છે.અને એકમ પર એમ્પીયર છે.તેને એમ્પીયર મીટર દ્વારા માપવામાં આવે છે.

પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું ? (Potential Difference)

Image
પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું ?                                                                                                                                         પોટેન્સિઅલ ડિફરન્સ (potential difference) ને વિજસ્થિતિમાં તફાવત તરીકે પણ ઓળખી શકાય છે.કોઈપણ સર્કિટ માં બે બિંદુઓ વચ્ચે કરન્ટ ને ડ્રાઈવે કરવા માટે જોઈતા પ્રેસર અથવા વોલ્ટજ ને પોટેન્સિઅલ ડિફરન્સ કહેવામાં આવે છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ હોય ત્યારે બેટરી કે જનરેટર ના ટર્મિનલ પર મળતા વોલ્ટજ ને પી.ડી.કહેવામાં આવે છે.તેની સંજ્ઞા V  છે.અને તેનો એકમ વોલ્ટ છે.તેને વોલ્ટમીટર થી માપવામાં આવે છે. જાણો: અવરોધ એટલે શું?                                           પી.ડી.અને વોલ્ટ વચ્ચે નો સબંધ દર્શાવતું સૂત્ર નીચે મુજબ છે                                                                                   V =E -IR                                                                                       જ્યાં                                                                                              V = પી.ડી.                

EMF ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ એટલે શું?

Image
શુ તમે EMF વિશે જાણો છો?, શુ તમે જાણો છો કે ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ એટલે શું? જો ના તો આ પોસ્ટ ની અંદર તમને EMF વિશે વિસ્તાર થઈ જાણકારી ઉપલબ્ધ કરાવીશું તો આવો સમજીએ What Is EMF In Gujarati. ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ એટલે શું?                                         કોઈપણ બન્ધ સર્કિટ માં કે કોઈ કન્ડક્ટર માંથી કરન્ટ નું વહન થવા માટે જે બળ જવાબદાર હોય કે જે બળ ની જરૂર પડે તેને ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ કહેવામાં આવે છે,બીજા શબ્દો કહીયે તો નો લોડ પર બેટરી કે જનરેટર ના ટર્મિનલ પર મળતા વોલ્ટેજ ને ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ કહેવામાં આવે છે,                                          ઇલેકટ્રોમોર્ટીવ ફોર્સ ને E સંજ્ઞા થી દર્શાવવા માં આવે છે.અને તેનો એકમ વોલ્ટ છે.અને તેને વોલ્ટમીટર દ્વારા માપવામાં આવે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ (EMF) એ બેટરી અથવા જનરેટર જેવા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થયેલ વોલ્ટેજ અથવા વિદ્યુત સંભવિત તફાવતનો સંદર્ભ આપે છે. તેનું નામ હોવા છતાં, EMF એ બળ નથી પરંતુ એકમ ચાર્જ દીઠ સ્ત્રોત દ્વારા પૂરી પાડવામાં આવતી ઊર્જાનું માપ છે. અહીં ઇલેક્ટ્રોમોટિવ બળનું સંપૂર્ણ સમજૂતી છે: 1. ખ્યાલ: ઇલેક્ટ્રોમ

વીજળી એટલે શું? વીજળી ની અસરો કઈ કઈ છે?

Image
                                                               પૃથ્વી પર અનેક પ્રકાર ના પદાર્થો મળી આવે છે। કોઈપણ પદાર્થ ના એક ટુકડા નું ભૌતિક રીતે વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી મળતા સૌથી નાના ટુકડાને અણુ તરીકે ઓળખવામાં આવે છે અને આ અણુ નું રાસાયણિક રીતે વિભાજન કરવામાં આવે તો તેમાંથી મળતા સૌથી નાના કણ ને પરમાણુ કહે છે (જ્યાં અણુ  ને મોલીક્યુલ તથા પરમાણુ ને એટમ તરીકે પણ ઓળખવામાં આવે છે )                       આ પરમાણુ નું બંધારણ ત્રણ પ્રકાર ના વીજકણો ના જથ્થા થી બનેલું હોય છે.જેને પ્રોટોન,ઇલેક્ટ્રોન,અને ન્યુટ્રોન કહે છે.આમ પરમાણુ પ્રોટોન,ઇલેક્ટ્રોન,અને ન્યુટ્રોન નો બનેલો હોય છે.જેમાં પ્રોટોન પોઝીટિવ  ચાર્જ અને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે જયારે ન્યુટ્રોન તટસ્થ હોય છે.                      પરમાણુ ની મધ્ય માં કેન્દ્રવર્તી ન્યુક્લિઅર હોય છે.જેમાં પ્રોટ્રોન અને ન્યુટ્રોન રહેલા હોય છે ,જયારે ઇલેક્ટ્રોન પરમાણુ ની ફરતે ચોક્કસ કક્ષા માં ગોળાકાર પરિભ્રમણ કરતા રહેતા હોય છે.પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પોજીટીવ અને નેગેટિવ ચાર્જ હોવાથી એકબીજા તરફ આકર્ષાય છે.ન્યુક્લિઅસ ની પાસે આવ