અવરોધ એટલે શું? તેનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે ?
અવરોધ :
કોઈપણ પદાર્થ કે વાહક માંથી વીજળી ના પ્રવાહ ને અવરોધ કરવાના તે વાહક કે પદાર્થ ના ગુણધર્મ ને તેનો અવરોધ કહેવામાં આવે છે. તેને R સંજ્ઞા થી દર્શાવવા આવે છે.અને તેનો એકમ ohm છે. તેને માપવા માટે ઓહ્મ મીટર નો ઉપયોગ થાય છે.ઓહ્મ મીટર ને ક્યારેય સપ્લાય સાથે જોડવામાં નથી આવતું તેના માટે જે સાધન નો અવરોધ માપવાનો હોય તેના બે છેડા ઉપર ઓહ્મમીટરના બે છેડા પેરેલલમાં જોડવામાં આવે છે.
જાણો: વીજળી એટલે શું?
અવરોધ નો આધાર :
વાહક ના અવરોધ નો આધાર નીચે મુજબ ની બાબત પર રહેલો છે.
1.વાહકની ધાતુ પર
2.વાહક ની લંબાઈ પર
3.વાહક ની જાડાઈ પર
4.વાહકના ઉષ્ણતામાન પર
1.વાહકની ધાતુ પર :
વાહક જે પદાર્થ નો બનેલો હોય છે.તે પદાર્થ ના ગુણધર્મ પર વાહક ના અવરોધ નો આધાર રહેલો હોય છે. અલગ અલગ ધાતુ ના બનેલ વાહકો નો અવરોધ અલગ અલગ હોય છે.જેમકે તાંબા નો અવરોધ તેના જેટલા જ લંબાઈ અને જાડાઈ ના લોખન્ડ ના બનેલા વાહક કરતા ઓછો હોય છે.
2.વાહક ની લંબાઈ પર:
વાહક નો અવરોધ તેની લંબાઈ ના સમપ્રમાણ માં હોય છે.એટલે કે જેમ વાહક ની લંબાઈ વધારે તેમ તેનો અવરોધ વધુ અને જેમ લંબાઈ ઓછી તેમ તેનો અવરોધ ઓછો.આમ R∝l એમ કહી શકાય
3.વાહક ની જાડાઈ પર:
કોઈપણ વાહક નો અવરોધ તે વાહક ના ક્રોસ સેક્શનલ એરિયા કે જાડાઈ ના વ્ય્સ્તપ્રમાણ માં હોય છે. એટલેકે R∝1/A ,બીજા શબ્દો માં કહીયે તો વાહક ના ક્રોસ સેકસનલ એરિયા માં વધારો થતા તેના અવરોધ માં ધટાડો થાય છે.
4.વાહકના ઉષ્ણતામાન પર:
કોઈપણ વાહક ના અવરોધ નો આધાર વાહક ના ઉષ્ણતામાન પર રહેતો હોય છે જેમ વાહક ની ગરમી વધતી જાય છે તેમ તેનો અવરોધ પણ વધતો જાય છે.
અવરોધ ની ગણતરી કરવા માટેનું સૂત્ર :
ઉપર મુજબ આપણે જાણ્યું કે R∝L અને R∝1/A એટલેકે R∝L/A અથવા તો R∝ρL/A જ્યાં ρ એ જે તે પદાર્થ માટેનો અચલાંક છે અને તેને વિશિષ્ઠ અવરોધ અથવા તો અવરોધકતા એમ કહેવામાં આવે છે.
No comments:
Post a Comment