Posts

Showing posts with the label dc moter

ડી.સી.મોટર ના પ્રકાર ,રચના,અને ઉપયોગો

Image
                              ડી.સી.મોટર નીચે પ્રમાણે 3 પ્રકાર ની હોય છે 1.ડી.સી.સીરીઝ મોટર:                                      જે ડી.સી.મોટર માં ફીલ્ડ કોઇલ આર્મેચર સાથે સીરીઝ માં જોડેલ હોય છે તેને સીરીઝ મોટર કહેવામાં આવે છે.તેની ફીલ્ડ કોઇલ જાડા તાર ના ઓછા આંટાની બનેલ હોય છે.આવી મોટરો નો શરૂઆત નો ટૉર્ક ઊંચો હોય છે.                                     આવી મોટરો માં જયારે આર્મેચર કરંટ માં ફેરફાર થાય છે ત્યારે ફ્લક્સ માં પણ ફેરફાર થાય છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ જેમ જેમ વધે તેમ તેમ તેની ગતિ માં ઝડપ થી ઘટાડો થાય છે.તેવી જ રીતે જયારે લોડ માં ઘટાડો થાય ત્યારે કરંટ માં ઘટાડો જોવા મળે છે.અને બેક emf માં વધારો થાય છે.બેક emf માં જોઈતો વધારો કરવા તેની ગતિ માં પણ વધારો થવો જોઈએ અને ગતિમાં આ પ્રમાણે નો જે વધારો થાય છે તે પુષ્કર પ્રમાણ માં હોય છે.એટલે કે મોટરનો લોડ 0 હોય ત્યારે એની ગતિ એટલી બધી વધી જાય છે કે જેથી તેના કેન્દ્ર ત્યાગી બળ ની અસર થી આર્મેચર ના ખાંચા માંથી વાઇન્ડીંગ પણ બહાર નીકળી જાય છે.આથી સીરીઝ મોટર 0 લોડ પર હોય ત્યારે અથવા બહુ જ ઓછા ભાર સાથે કદાપિ ચલાવવામાં આવતી નથી. જા

ડી.સી.3 પોઇન્ટ સ્ટાર્ટર

Image
                              તેને ત્રણ બિંદુ સ્ટાર્ટર પણ કહી શકાય છે.તેની રચના આકૃતિ માં બતાવેલ છે મોટર ને સ્ટાર્ટ કરવા  માટે હેન્ડલ ને ઑફ પોઝીશન થી પ્રથમ કોન્ટેક્ટ પોઝીશન ઉપર ખસેડવામાં આવે છે કુલ અવરોધ આર્મેચર સર્કિટ માં હોય છે ફીલ્ડ નું જોડાણ નો વોલ્ટ કોઇલ મારફતે સપ્લાય સાથે સીધેસીધું જોડવા માં આવે છે હવે જેમ જેમ મોટર ની સ્પીડ માં વધારો થાય છે તેમ તેમ આર્મેચર બેક emf ઉત્પ્ન્ન કરે છે અને કરન્ટ ના મૂલ્ય માં ઘટાડો થાય છે. જાણો :  EMF એટલે શું? હવે હેન્ડલ ને બીજા સ્ટેપ પર ખસેડવામાં આવે છે.ફરી પાછું આ પ્રકાર નું કાર્ય થશે છેવટે હેન્ડલ નું છેલ્લા સ્ટેપ પર કરવામાં આવે છે આ વખતે આર્મેચર એ સીધું સપ્લાય સાથે જોડાશે અને આ વખતે હેન્ડલ એ નો વોલ્ટ કોઇલ જોડે આવી જતા નો વોલ્ટ કોઇલ માં મેગ્નેટ ઉત્પન્ન થવાથી તે હેન્ડલ ને પકડી રાખશે અને મોટર ને ચાલુ રાખવા માટે હેન્ડલ ને પકડી રાખવાની જરૂર નહિ રહે અને મોટર ફુલ સ્પીડ માં ફરશે                               3 પોઇન્ટ સ્ટાર્ટર નું મિકેનિઝમ એવું કરેલ હોય છે કે જો કોઈ કારણસર સપ્લાય બંધ થતા nvc કોઇલ નું મેગ્નેટિઝમ નાશ પામશે અને હેન્ડલ એ સ્પ્રિંગ ના મારફતે ફ

ડી.સી.મોટર ને ચાલુ કરવા માટે સ્ટાર્ટર ની જરૂરિયાત કેમ રહે છે?

Image
     જયારે મોટર ને સ્ટાર્ટ કરવા માં આવે છે ત્યારે આર્મેચર નું રેઝીસ્ટન્સ શૂન્ય હોવાથી શરૂઆત નો કરન્ટ બહુ વધારે પ્રમાણ માં આર્મેચર માંથી પસાર થશે.હવે જો આ મોટર ને લાઈન પર ડાયરેક્ટલી જોડવામાં આવે તો તે કિસ્સા માં શરૂઆત માં બહુ વધારે પ્રમાણ માં કરન્ટ મળતા બની શકે કે ફ્યુઝ ઉડી જાય અને મોટર ના કોમ્યુટેટર ને પણ નુકશાન થઇ શકે તથા કાર્બન બ્રશ ને પણ નુકશાન થશે                દા.ત. 440 v , 3.75kw મોટર નો વિચાર કરો એના આર્મેચર નો રેઝીસ્ટન્સ 0.25 ohm છે અને ફૂલ લોડ કરન્ટ નું મૂલ્ય 50 A છે.હવે જો આ મોટર ને લાઈન ઉપર ડાઇરેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે તો તેવા કિસ્સા માં મોટર 440/0.25 =1760A જેટલો કરન્ટ લેશે જેનું મૂલ્ય લોડ કરન્ટ ના 35.2 ગણું હશે.                 આવું ના થાય તેટલા માટે આર્મેચર ની સીરીઝ માં રેઝીસ્ટન્સ દાખલ કરવામાં આવે છે માત્ર સ્ટાર્ટિંગ માટે જ લગભગ 5 થી 10 સેકન્ડ માટે જેના થી સ્ટાર્ટિંગ કરન્ટ નું મૂલ્ય મર્યાદા માં રહે છે અને મોટર જયારે ફૂલ સ્પીડ માં આવે ત્યારે આ રેઝીસ્ટન્સ હટાવી દેવા માં આવે છે આથી મોટર ને સ્ટાર્ટિંગ કરન્ટ થી થતા નુકશાન થી અટકાવી શકાય છે                 તેમ છતાં નાની

ડીસી મોટર નો અર્થ? મોટર કામ સિદ્ધાંત, બાંધકામ અને ઓપરેશનલ જ્ઞાન

Image
  જે મશીન DC ના રૂપ માં રહેલી એનર્જી નુ રૂપાંતર મિકેનિકલ એનર્જી માં કરે છે તે મશીન ને DC મોટર કહેવામાં આવે છે,તેનો વર્કિંગ સિદ્ધાંત આ પ્રમાણે છે જયારે કરન્ટ લઇ જતા કન્ડક્ટર ને મેગ્નેટિક ફીલ્ડ માં મુકવામાં આવે ત્યારે તે મિકેનિકલ ફોર્સ અનુભવે છે જેની દિશા ફ્લેમિંગ ના જમણા હાથ ના નિયમ પ્રમાણે દર્શાવી શકાય                                રચના ની દ્રષ્ટિ એ DC જનરેટર કે DC મોટર વચ્ચે કોઈ તફાવત નથી હોતો એટલે કે DC જનરેટર નો ઉપયોગ DC મોટર અને DC મોટર નો ઉપયોગ DC જનરેટર તરીકે કરી શકાય બસ તેમને બાહ્ય દેખાવ માં જ થોડોક તફાવત   હોય છે. જનરેટર  ફ્રેમ ખુલ્લા પ્રકાર ની હોય છે જયારે મોટર ની ફ્રેમ બંધ પ્રકાર ની હોય છે.DC જનરેટર ની માફક DC મોટર પણ શંટ વાઉન્ડ ,સીરિઝ વાઉન્ડ,અને કમ્પાઉન્ડ વાઉન્ડ પ્રકાર ની હોય છે જાણો : DC મોટર ની રચના                                 ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમ ના આધારે મોટર ના પરિભ્રમણ ની દિશા કલોક  વાઇસ છે પરંતુ બધા કન્ડક્ટર ચુમ્બકીય ક્ષેત્ર ને કાપતા હોવાથી તેમાં વીજચાલાક બળ ઉપસ્થિત થાય છે ઉત્પન્ન થતા EMF ની દિશા કન્ડક્ટર માં વહેતા મૂળભૂત વીજપ્રવાહ ની દિશાથી ઉલ્ટ