ડીસી મોટર નો અર્થ? મોટર કામ સિદ્ધાંત, બાંધકામ અને ઓપરેશનલ જ્ઞાન

  જે મશીન DC ના રૂપ માં રહેલી એનર્જી નુ રૂપાંતર મિકેનિકલ એનર્જી માં કરે છે તે મશીન ને DC મોટર કહેવામાં આવે છે,તેનો વર્કિંગ સિદ્ધાંત આ પ્રમાણે છે જયારે કરન્ટ લઇ જતા કન્ડક્ટર ને મેગ્નેટિક ફીલ્ડ માં મુકવામાં આવે ત્યારે તે મિકેનિકલ ફોર્સ અનુભવે છે જેની દિશા ફ્લેમિંગ ના જમણા હાથ ના નિયમ પ્રમાણે દર્શાવી શકાય
                               રચના ની દ્રષ્ટિ એ DC જનરેટર કે DC મોટર વચ્ચે કોઈ તફાવત નથી હોતો એટલે કે DC જનરેટર નો ઉપયોગ DC મોટર અને DC મોટર નો ઉપયોગ DC જનરેટર તરીકે કરી શકાય બસ તેમને બાહ્ય દેખાવ માં જ થોડોક તફાવત   હોય છે.જનરેટર  ફ્રેમ ખુલ્લા પ્રકાર ની હોય છે જયારે મોટર ની ફ્રેમ બંધ પ્રકાર ની હોય છે.DC જનરેટર ની માફક DC મોટર પણ શંટ વાઉન્ડ ,સીરિઝ વાઉન્ડ,અને કમ્પાઉન્ડ વાઉન્ડ પ્રકાર ની હોય છે



                               ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમ ના આધારે મોટર ના પરિભ્રમણ ની દિશા કલોક  વાઇસ છે પરંતુ બધા કન્ડક્ટર ચુમ્બકીય ક્ષેત્ર ને કાપતા હોવાથી તેમાં વીજચાલાક બળ ઉપસ્થિત થાય છે ઉત્પન્ન થતા EMF ની દિશા કન્ડક્ટર માં વહેતા મૂળભૂત વીજપ્રવાહ ની દિશાથી ઉલ્ટી હોય છે એટલે કે આ વીજચાલક બળ મૂળભૂત પ્રવાહ ની વિરુદ્ધ કાર્ય કરે છે જેને BACK EMF કહેવામાં આવે છે આ ઉપર થી ફલિત થાય છે કે મોટર કાર્ય ત્યારે જ આપી શકે કે જયારે આઉટપુટ વોલ્ટેજ જનરેટેડ વોલ્ટેજ થી વધારે હોય,


                             આર્મેચર ના ફરવા ની દિશાનો આધાર આર્મેચર ની ક્ષેત્ર ની દિશા અને મુખ્ય ક્ષેત્ર ની દિશા પર હોય છે.જો આર્મેચર ના ક્ષેત્ર ની દિશા બદલવામાં આવે તો પણ આર્મેચર ની ફરવા ની દિશા બદલાય છે.પરંતુ જો આર્મેચર અને મુખ્ય ક્ષેત્ર બંનેની દિશા એક સાથે બદલવામાં આવે તો આર્મેચર ની ફરવાની દિશા બદલાતી નથી,


Comments

Popular posts from this blog

ઓહમ નો નિયમ

વાહક અને અવાહક

ટ્રાન્સફોર્મર ના પ્રકાર (Transformer Na Prakar)