ડીસી મોટર ની રચના
સિદ્ધાંત
ડીસી મોટર એ ઈલેકટ્રીક શક્તિ નું યાંત્રિક શક્તિ માં રૂપાંતર ના સિદ્ધાંત પર કાર્ય કરે છે,
ડીસી મોટર ના ભાગો
ડીસી મોટર ના ભાગો ને બે વિભાગ માં વહેંચવામાં આવે છે
ફરતા ભાગ
આર્મેચર :
તે મેગ્નેટિક પદાર્થ નું લેમીનેટેડ કોર કે વાઇન્ડીંગ ના સ્વરૂપ માં કન્ડક્ટર્સ અને એક કોમ્યુટેટર ધરાવતું હોય છે,આર્મેચર કોરમાં સ્લોટ કાપેલ હોય છે જેમાં કોઇલ્સના સ્વરૂપ માં કન્ડક્ટર ને મુકવામાં આવે છે
આર્મેચર નું કાર્ય એ યુનિફોર્મ મેગ્નેટિક ફીલ્ડ માં રોટેટ કરવાનું છે
કોમ્યુટેટર :
કોમ્યુટેટર તાંબાની રિંગ પ્રકાર નું હોય છે પરંતુ તે નાના ટુકડાઓનું કોમ્બિનેશન હોય છે એક ટુકડા ને સેગ્મેન્ટ કહેવાય છે.દરેક સેગ્મેન્ટ ને એકબીજા થી ઇન્સ્યુલેટ કરીને તેવા અનેક સેગ્મેન્ટ ને સજ્જડ રીતે કમ્બાઇન્ડ કરીને આર્મેચર ની ઇન્સ્યુલેટ કરેલ શાફ્ટ ઉપર તેને ફિટ કરવામાં આવે છે અને તેને કોમ્યુટેટર કહેવામાં આવે છે વાઇન્ડીંગ ના ટર્મિનલ્સ ને સેગ્મેન્ટ ઉપર સોલ્ડર કરવામાં આવે છે ,આર્મેચર ઉપર થી સપ્લાય કલેક્ટ કરવા માટે આ કોમ્યુટેટર ઉપર કાર્બેન બ્રશ રાખવામાં આવે છે.અહીં એ બાબત ને સમજી શકાય કે કોમ્યુટેટર ફરતો ભાગ છે જયારે બ્રશ સ્થિર રહેતા હોય છે
શાફ્ટ :
શાફ્ટ એ સ્ટીલની એક ગોળાકાર સળિયા ના આકાર માં હોય છે તેના બંને છેડા મોટર ની બોડી માં ફીટ કરેલ બેરિંગ મેં ફસાવવા માં આવે છે.શાફ્ટ ના ઉપર કોમ્યુટેટર ,આર્મેચર ,અને કુલિંગ ફેન ને રાખવામાં આવેલ હોય છે શાફ્ટ ની મદદ થી જ વાઇન્ડીંગ એ ફિલ્ડ માં ફરે છે
કુલીંગ ફેન :
કુલીંગ ફેન એ pvc કે પોલાદ નું બનેલ એક પંખા માં આકાર નું હોય છે.તેને શાફ્ટ ઉપર ફીટ કરવામાં આવે છે જયારે આર્મેચર ફરે ત્યારે તે પણ ફરે છે તેનું કાર્ય મોટર માં ઉતન્ન થતી ગરમી ને મોટર ની બહાર ધકેલવાનું છે જેથી મોટર ની અંદર ઠંડક રહે અને મોટર ને વધારે ગરમ ના થવા દેવા માં મદદ કરે છે
બેરિંગ:
બેરિંગ એ કાસ્ટ આયર્ન ની બનેલ હોય છે.અને ફરતા ભાગ માં તેનો પણ સમાવેશ કરવામાં આવે છે.તેને મોટર ની બોડી માં ફીટ કરવામાં આવે છે.અને તેમાં શાફ્ટ ને ફસાવવા માં આવે છે બેરિંગ ની મદદ થી શાફ્ટ સ્વતંત્ર રીતે ફરી શકે છે
તો આ હતા ફરતા ભાગો હવે આપણે સ્થિર ભાગો વિષે જાણીશું
સ્થિર ભાગો :
બોડી :
મોટર ની બોડી પોલાદ ની બનાવવા માં આવે છે મોટર ની બોડી માં વાઇન્ડીંગ કરવામાં આવેલ હોય છે.મોટર ની બોડી ના બે કામ છે એક મોટર ના બધા ભાગો ને એક કરવાનું અને બે મેગ્નેટિક ફિલ્ડ ને વહેવડાવવાનું
હુક :
મોટર ની બોડી ની ઉપર ના ભાગ માં એક હુક જોવા મળે છે તેને આયર્ન બોલ્ટ પણ કહેવામાં આવે છે.તેની મદદ થી મોટર ને એક જગ્યા એ થી ઊંચી કરીને બીજી જગ્યા પર આસાની થી ફેરબદલ કરી શકાય છે
મુખ્યપોલ :
મુખ્યપોલ બોડી ની અંદર હોય છે.તેના ઉપર વાઇન્ડીંગ કરવામાં આવે છે.આ પોલ બે કે ચાર પણ જોવા મળતા હોય છે તેને સિલિકોન સ્ટીલ ની પાતળી પટ્ટી ભેગી કરીને બંનાવવા માં આવે છે
ફીલ્ડ કોઇલ :
મુખ્યપોલ ની ઉપર જે વાઇન્ડીંગ હોય છે તેને ફીલ્ડ કોઇલ કહેવામાં આવે છે આ વાઇન્ડીંગ સુપર એનેમલ પ્રકાર ના તાંબા ના તાર નું હોય છે
કાર્બેન બ્રશ અને બ્રશ ગિયર :
કાર્બન બ્રશ એ મોટર માં કોમ્યુટેટર પર સપ્લાય આપવા માટે કામ માં આવતા હોય છે.જે સપ્લાય આર્મેચર ને મળે છે.અને તે બ્રશ ને પકડવાનું કાર્ય બ્રશ ગિયર નું હોય છે
કવર્સ :
મોટર ની બોડી ની સાથે કવર્સ જોડવામાં આવે છે જેમાં બેરિંગ હોય છે જેને બોડી બંને બાજુ જોડેલ હોય છે.
ટર્મિનલ બૉક્ષ :
બોડી ની ઉપર કે બોડી પર એક બોક્ષ જોવા મળે છે જેમાં ટર્મિનલ જોવા મળે છે.ફીલ્ડ વાઇન્ડીંગ ના છેડા ને અહીં જોડેલ હોય છે જેમાં બહાર થી સપ્લાય આપી શકાય છે.
નેમ પ્લેટ :
મોટર ની બોડી પર એક પ્લેટ જોવા મળે છે જેમાં મોટર ની તમામ વિગતો નોંધેલ હોય છે
No comments:
Post a Comment