સાઇકલ , ફ્રીકવન્સી,પિરિયડ,તાત્ક્ષણિક મૂલ્ય, મેક્સિમમ વેલ્યુ , સરેરાશ મૂલ્ય , ફેઇઝ,ઈનફેઇઝ,ઓઉટ ઓફ ફેઇઝ,લેગિંગ, લીડિંગ,ફોર્મંફેક્ટર, ક્યુ ફેક્ટર એટલે શુ ?

સાઇકલ 

              ઓલ્ટરનેટિન્ગ રાશિ ના મૂલ્ય તેમજ દિશા માં થતા એક પૂર્ણ ફેરફાર ને સાઇકલ તરીકે ઓળખવામાં આવે છે 

ફ્રીકવન્સી 

              પ્રતિ સેકન્ડ સાઇકલ ની સંખ્યા ને ફ્રિકવન્સી કહેવામાં આવે છે.અલગ અલગ દેશ માં તે અલગ અલગ જોવા મળે છે ભારત માં સામાન્યપણે 50 c /s ફ્રિકવન્સી છે 

પિરિયડ 

             એક સાઇકલ ને પૂર્ણ થતા જે સમય લાગે તે સમય ને પિરિયડ કહેવામાં આવે છે 

તાત્ક્ષણિક મૂલ્ય 

             કોઈ પણ સમયે મળતા મૂલ્ય ને તાત્ક્ષણિક મૂલ્ય કહેવાય છે 

મેક્સિમમ વેલ્યુ 

              આપેલ સમય ગાળા દરમિયાન રાશિ ના મહત્તમ મૂલ્ય ને મેક્સિમમ વેલ્યુ કહેવાય છે તેનું બીજું નામે પીક વેલ્યુ પણ છે 

સરેરાશ મૂલ્ય 

                 અર્ધ સાઇકલ માં મળતા તાત્ક્ષણિક મૂલ્યોના સરેરાશ ને તેમનું સરેરાશ મૂલ્ય કહેવાય છે તેને એવરેજ વેલ્યુ પણ કહેવામાં આવે છે 

ફેઇઝ

                 બે કે તેથી વધુ ઓલ્ટરનેટીંગ રાશિ ના એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને ફેઇઝ કહેવામાં આવે છે 

ઈનફેઇઝ 

               જો બે ઓલ્ટરનેટિંગ રાશિઓ ના મહત્તમ કે લઘુત્તમ મૂલ્યો એકજ સમયે અને તેજ સમયે તેજ દિશા માં થતા હોય તો એવી રાશિ ને ઈનફેઇઝ રાશિઓ કહેવામાં આવે છે 

ઓઉટ ઓફ ફેઇઝ 

            હવે જો બે ઓલ્ટરનેટિંગ રાશિઓના મહત્તમ કે લઘુત્તમ મૂલ્યો જુદા જુદા સમયે મળતા હોય તો તેવી રાશિ ને આઉટ ઓફ ફેઇઝ કહેવામાં આવે છે 

લેગિંગ   

             વોલ્ટેજ ની સરખામણી માં કરન્ટ તેના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો ટાઈમ બેઇસ ઉપર પાછળથી મેળવતો હોય તો તેવા કરંટ ને લેગિંગ કરન્ટ કહેવામાં આવે છે

લીડિંગ 

             વોલ્ટેજ ની સરખામણી માં કરન્ટ તેના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો ટાઈમ બેઇસ ઉપર પહેલા મેળવતો હોય તો તેવા કરંટ ને લેગિંગ કરન્ટ કહેવામાં આવે છે

ફોર્મંફેક્ટર 

              r.m.s. વેલ્યુ અને સરેરાશ વેલ્યુ ના ગુણોત્તર ને ફોર્મંફેક્ટર કહે છે જેની વેલ્યુ 1.1 છે 

ક્યુ ફેક્ટર 

             ઇન્ડક્ટર અને કેપેસિટર ને સીરીઝ માં જોડી ને રેઝોનેન્સ ફ્રિકવન્સીવાળો સપ્લાય આપવામાં આવે તો ઇન્ડક્ટર અને કેપેસિટર માં વોલ્ટેજ વધે છે જે Xc /R ના ગુણોત્તર મુજબ થાય છે  Xc /R  ગુણોત્તર ને સર્કિટ નો ક્યુ ફેક્ટર કહેવાય છે 

Comments

Popular posts from this blog

ઓહમ નો નિયમ

વાહક અને અવાહક

ટ્રાન્સફોર્મર ના પ્રકાર (Transformer Na Prakar)