આ બ્લોગ માં ઇલેક્ટ્રિકલ થિયોરી ના વિષય માં દરેક વિષય પર સંપૂર્ણ માહિતી આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ

Saturday, 14 April 2018

ડી.સી.મોટર ના પ્રકાર ,રચના,અને ઉપયોગો

                              ડી.સી.મોટર નીચે પ્રમાણે 3 પ્રકાર ની હોય છે

1.ડી.સી.સીરીઝ મોટર:

                                     જે ડી.સી.મોટર માં ફીલ્ડ કોઇલ આર્મેચર સાથે સીરીઝ માં જોડેલ હોય છે તેને સીરીઝ મોટર કહેવામાં આવે છે.તેની ફીલ્ડ કોઇલ જાડા તાર ના ઓછા આંટાની બનેલ હોય છે.આવી મોટરો નો શરૂઆત નો ટૉર્ક ઊંચો હોય છે.
                                    આવી મોટરો માં જયારે આર્મેચર કરંટ માં ફેરફાર થાય છે ત્યારે ફ્લક્સ માં પણ ફેરફાર થાય છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ જેમ જેમ વધે તેમ તેમ તેની ગતિ માં ઝડપ થી ઘટાડો થાય છે.તેવી જ રીતે જયારે લોડ માં ઘટાડો થાય ત્યારે કરંટ માં ઘટાડો જોવા મળે છે.અને બેક emf માં વધારો થાય છે.બેક emf માં જોઈતો વધારો કરવા તેની ગતિ માં પણ વધારો થવો જોઈએ અને ગતિમાં આ પ્રમાણે નો જે વધારો થાય છે તે પુષ્કર પ્રમાણ માં હોય છે.એટલે કે મોટરનો લોડ 0 હોય ત્યારે એની ગતિ એટલી બધી વધી જાય છે કે જેથી તેના કેન્દ્ર ત્યાગી બળ ની અસર થી આર્મેચર ના ખાંચા માંથી વાઇન્ડીંગ પણ બહાર નીકળી જાય છે.આથી સીરીઝ મોટર 0 લોડ પર હોય ત્યારે અથવા બહુ જ ઓછા ભાર સાથે કદાપિ ચલાવવામાં આવતી નથી.



                       ઉપર મુજબ જયારે લોડ ત્વરિત રીતે ખસેડી લેવામાં આવે છે ત્યારે ફ્લક્સ ઘટી જવાથી મોટર ની ઝડપ ખુબ વધી જાય છે.આ કારણ થી આ મોટર ને પટ્ટા વડે જોડવી એ ભય જનક છે.કારણકે જો પટ્ટો તૂટી જાય કે સરકી જાય તો ઝડપ અત્યંત વધી જશે.

 સીરીઝ મોટર નો ઉપયોગ :

                      જે જગ્યા પર  શરૂઆત માં વધારે ટૉર્ક ની જરૂર પડતી હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે દા.ત.ક્રેઈન,હોઇસ્ટ ,ઇલેક્ટ્રિક ટ્રેન અને ટ્રામ,લાર્જ બેન્ડિંગ રોલ,પંખા,એર કોમ્પ્રેસર,ગિયર ડ્રાઈવ વગેરે

2.ડી.સી.શન્ટ મોટર:

                      આ પ્રકાર ની મોટર માં ફીલ્ડ કોઇલ અને આર્મેચર ને એકબીજા ને સમાંતર  જોડવામાં આવે છે.આ મોટરના ફીલ્ડ ને વધારે અવરોધ વાળું બનાવવા માટે તેને તારના વધારે આંટાવાળું બનાવવા માટે તેને તારના વધારે આંટાવાળું બનાવવામાં આવે છે.આ પ્રકારની મોટર માં ફીલ્ડ વાઇન્ડીંગ આર્મેચર ને સમાંતર જોડેલું હોવાથી ફીલ્ડમાંથી એક સરખો વીજપ્રવાહ વહે છે


                      મોટર જયારે ભાર શૂન્ય હોય છે ત્યારે ફ્લક્સ વધારે હોય છે.અને જેમ જેમ લોડ વધતો જાય છે.તેમ તેમ આર્મેચર ની પ્રતિક્રિયા ને લઈને આ ફ્લક્સ માં થોડો ફેરફાર થાય છે.ફ્લક્સ માં ફેરફાર થવાથી ગતિમાં ફેરફાર થાય છે.પરંતુ આ ફેરફાર નજીવો હોય છે અને ગણતરી માં લેવામાં આવતો નથી આ કારણના લીધે શન્ટ મોટરને અચળ ગતિવાળી મોટર કહેવામાં આવે છે.
                      ખાસ કરીને 1/2 H.P.કે તેથી વધુ શક્તિ ધરાવતી દરેક શન્ટ મોટર તેના મુખ્ય ધ્રુવો ની વચ્ચે વધારાના ધ્રુવો ધરાવે છે.જેમનો ઉદ્ધેશ્ય સ્પાર્કિંગ થતું અટકાવવાનું હોય છે.આ મોટર ને તેના જોડાણો માં ફેરફાર કરી ને ઉલટી દિશામાં પણ ફેરવી શકાય છે આ કામ માટે તેમાં વહેતા વીજપ્રવાહ ની દિશા આર્મેચર દ્વારા બદલવી પડે છે.

શન્ટ મોટરના ઉપયોગ :

                   શન્ટ મોટર અચળ ગતિનો ગુણધર્મ ધરાવતી હોવાથી જે જગ્યા એ વસ્તુઓની ગતિ માં ફેરફાર કરવાનો ના હોય તેમને ચલાવવા આ પ્રકારની મોટર નો ઉપયોગ કરવામાં આવે છે દાખલ તરીકે મશીન શાફ્ટ ની લાઈન શાફ્ટ ચલાવવા ,તેમજ પમ્પ,મશીન ટૂલ્સ બ્લોઅર્સ ,પ્રિન્ટિંગ પ્રેસ ,સ્પિનિંગ મશીન વગેરે ચલાવવા માટે આ પ્રકાર ની મોટર નો ઉપયોગ થાય છે.

3.કમ્પાઉન્ડ મોટર :

              કમ્પાઉન્ડ જનરેટર ની જેમ કમ્પાઉન્ડ મોટર માં પણ સીરીઝ અને શન્ટ એમ બંને ફીલ્ડ કોઇલ હોય છે અને તેથી એર ગેપ ની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે બંને ફીલ્ડ ની સંયુક્ત અસર થી થાય છે સીરીઝ ઓછા આંટાવાળું જાડા તાર નું બનેલું હોય છે જયારે શન્ટ વાઇન્ડીંગ વધારે આંટાવાળું પાતળા તાર નું બનેલું હોય છે.આ પ્રકાર ની મોટર માં સીરીઝ અને શન્ટ એમ બંને પ્રકારના ફીલ્ડ હોવાથી કમ્પાઉન્ડ મોટરમાં બંને પ્રકાર ની મોટર ના ગુણધર્મો નો સમાવેશ જોવા મળે છે.હવે જો સીરીઝ ફીલ્ડ પ્રબળ હશે તો મોટર સીરીઝ મોટર ની જેમ કાર્ય કરશે અને જો શન્ટ ફીલ્ડ પ્રબળ હશે તો મોટર શન્ટ મોટર ની માફક કાર્ય કરશે 


            જો બંને ફીલ્ડ ના ફ્લક્સ એક દિશામાં રહે એ પ્રમાણે આ બન્ને ફીલ્ડ ને જોડવામાં આવ્યા હોય તો તેવા જોડાણવાળી મોટર ને કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે પરંતુ જો સિરીઝ ફીલ્ડ ના ફ્લક્સ શન્ટ ફીલ્ડ ની ફ્લક્સ ની વિરુધ્ધ દિશામાં હોય તો તેવા જોડાણવાળી મોટર ને ડિફરન્શીઅલ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે 

કમ્પાઉન્ડ મોટર નો ઉપયોગ :

                આ મોટર માં સીરીઝ અને શન્ટ બંને પ્રકાર ના ગુણધર્મો જોવા માલ્ટા હોવાથી જ્યાં વધારે પડતો  ટૉર્ક સવિરામ જોઈતો હોય ત્યાં દા.ત.પ્રેસ મશીન ,રોલિંગ મિલ્સ ,સ્ટોન ક્રશર લિફ્ટ વગેરે માં આ પ્રકાર ની મોટર નો ઉપયોગ જોવા મળે છે 

કમાઉન્ડ મોટર ના ફાયદા :

1.જયારે લોડ ઘટી જાય ત્યારે આ મોટર ની સ્પીડ સીરીઝ મોટર ની જેમ ખુબ વધી જતી નથી 
2.જયારે લોડ વધારે હોય તો તે કિસ્સા માં વધારે પ્રમાણ માં ટૉર્ક ઉત્પન્ન કરી શકે છે  

No comments:

Post a Comment

Post Top Ad

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template