ડી.સી.3 પોઇન્ટ સ્ટાર્ટર

                              તેને ત્રણ બિંદુ સ્ટાર્ટર પણ કહી શકાય છે.તેની રચના આકૃતિ માં બતાવેલ છે મોટર ને સ્ટાર્ટ કરવા  માટે હેન્ડલ ને ઑફ પોઝીશન થી પ્રથમ કોન્ટેક્ટ પોઝીશન ઉપર ખસેડવામાં આવે છે કુલ અવરોધ આર્મેચર સર્કિટ માં હોય છે ફીલ્ડ નું જોડાણ નો વોલ્ટ કોઇલ મારફતે સપ્લાય સાથે સીધેસીધું જોડવા માં આવે છે હવે જેમ જેમ મોટર ની સ્પીડ માં વધારો થાય છે તેમ તેમ આર્મેચર બેક emf ઉત્પ્ન્ન કરે છે અને કરન્ટ ના મૂલ્ય માં ઘટાડો થાય છે.


હવે હેન્ડલ ને બીજા સ્ટેપ પર ખસેડવામાં આવે છે.ફરી પાછું આ પ્રકાર નું કાર્ય થશે છેવટે હેન્ડલ નું છેલ્લા સ્ટેપ પર કરવામાં આવે છે આ વખતે આર્મેચર એ સીધું સપ્લાય સાથે જોડાશે અને આ વખતે હેન્ડલ એ નો વોલ્ટ કોઇલ જોડે આવી જતા નો વોલ્ટ કોઇલ માં મેગ્નેટ ઉત્પન્ન થવાથી તે હેન્ડલ ને પકડી રાખશે અને મોટર ને ચાલુ રાખવા માટે હેન્ડલ ને પકડી રાખવાની જરૂર નહિ રહે અને મોટર ફુલ સ્પીડ માં ફરશે
                              3 પોઇન્ટ સ્ટાર્ટર નું મિકેનિઝમ એવું કરેલ હોય છે કે જો કોઈ કારણસર સપ્લાય બંધ થતા nvc કોઇલ નું મેગ્નેટિઝમ નાશ પામશે અને હેન્ડલ એ સ્પ્રિંગ ના મારફતે ફરી ઑફ પોઝીશન માં આવી જશે એટલે કે ફરી સપ્લાય ચાલુ થતા મોટર ને સીધેસીધો સપ્લાય ના મળતા ફરી હેન્ડલ વડે પાછી બધી પ્રક્રિયા કરવી પડશે સ્ટાર્ટર માં ઓવરલોડ રીલે પણ ફિટ કરેલ હોય છે.જે ઓવરલોડ થી પણ રક્ષણ આપે છે.


જેના મિકેનિઝમ માં  મોટર ઓવરલોડ થતા તેની સિરીઝ માં રહેલ ઓવરલોડ કોઇલ માં મેગ્નેટ ઉત્પન્ન થશે આમ તેની સામે રહેલ સ્ટ્રીપ કોઇલ તરફ આકર્ષાશે પરિણામે nvc કોઇલ ના બંને કોન્ટેક્ટ શોર્ટ થશે અને nvc કોઇલ ડીમેગ્નેટાઈઝ થતા હેન્ડલ ઑફ પોઝીશન માં આવતા મોટર બંધ થઇ જશે
                         તો આવા સલામતી યુક્ત પ્રણાલી થી 3 પોઇન્ટ સ્ટાર્ટર સુસજ્જ હોય છે 

Comments

Popular posts from this blog

ઓહમ નો નિયમ

વાહક અને અવાહક

ટ્રાન્સફોર્મર ના પ્રકાર (Transformer Na Prakar)