ડી.સી. 4 પોઇન્ટ સ્ટાર્ટર ( DC 4 Point Starter )
આકૃતિ માં આ સ્ટાર્ટર ની રચના દર્શાવવા માં આવી છે.આપણે જોઈ ગયા કે ડી.સી.મોટર ને ડાઇરેક્ટ સપ્લાય સાથે જોડી શકાય નહીં કારણ કે મોટર ને નુકશાન થાય છે આમ ના થાય તેટલા માટે સ્ટાર્ટર નો ઉપયોગ થાય છે આપણે ડી.સી.સ્ટાર્ટર ના પ્રકાર વિષે જાણ્યું અને આજે આપણે ડી.સી.4 પોઇન્ટ સ્ટાર્ટર વિષે જાણીશું
આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની રચના દર્શાવવા માં આવી છે.આપણે જોઈ શકીયે છીએ કે ડી.સી.સપ્લાય નો એક છેડો ઓવરલોડ રીલે માં થઇ ને હેન્ડલ માં આપેલ હોય છે.જે રેઝીસ્ટન્સ મારફતે મોટર ના આર્મેચર ને મળે તે રીતે ની ગોઠવણ કરેલ હોય છે.અને ડી.સી.સપ્લાય નો બીજો છેડો સીધેસીધો મોટર ના બીજા ટર્મિનલ ને આપેલ હોય છે એટલે કે મોટર ની સીરીઝ માં સ્ટાર્ટર નુ જોડાણ કરવામાં આવે છે.સ્ટાર્ટર મા nvc કોઇલ પણ જોવા મળે છે જે મોટર ને ફુલસ્પીડ પર આવી જતા હેન્ડલ ને પકડી રાખે છે
હવે જયારે ચાલુ સપ્લાય માં ભંગાણ પડે ત્યારે nvc કોઇલ નું મેગ્નેટિઝ્મ નાશ પામશે અને હેન્ડલ સ્પ્રિંગ ની મદદ થી પાછી ખેંચાઈ બંધ સ્થિતિ માં આવી જશે અને ફરી અચાનક સપ્લાય આવતા હેન્ડલ જ્યાં સુધી ફરીથી ફેરવવામાં ના આવે ત્યાં સુધી મોટર ચાલુ થશે નહીં
હવે જયારે ચાલુ મોટરે ઓવરલોડ નો પ્રશ્ન ઉત્પન્ન થતા ઓવરલોડ રીલે માંથી વધારે પ્રવાહ પસાર થશે અને તેમાં મેગ્નેટ ઉત્પ્ન્ન થતા તેની સામે ની સ્ટ્રીપ ખેચાશે પરિણામે અને nvc કોઇલ ના બંને ટર્મિનલ શોર્ટ થતા nvc કોઇલ નું મેગ્નેટિઝ્મ નાશ પામે છે અને હેન્ડલ ફરી બંધ સ્થિતિ માં આવી જશે અને મોટર બંધ થશે
તો આ હતી 4 પોઇન્ટ સ્ટાર્ટર ની કાર્યપધ્ધતિ
No comments:
Post a Comment