આ પોસ્ટ માં આપણે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે વિસ્તાર થી સમજીશું કે બેટરી ને સાવધાની પૂર્વક કઈ રીતે ચાર્જ કરવા માં આવે કે જેથી બેટરી ને નુકશાન ના થાય અને એનું આયુષ્ય વધે. તો આવો સમજીયે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે.
બેટરી ચાર્જિંગ કરવાની રીત
બેટરી ચાર્જિંગ એટલે બેટરી ને વીજભારિત કરવું એમ કહેવાય સેકન્ડરી સેલ ની ઘનતા 0.8કરતા ઓછી થાય કે તુરંત જ તેને ચાર્જ કરવું પડે છે
સામાન્યરીતે સેકન્ડરી સેલ ને ચાર્જ કરવા માટે ડી.સી. નો ઉપયોગ થાય છે પરંતુ દરેક જગ્યા એ ડી.સી. મળતો ના હોવાથી એ.સી.ને ડી.સી.માં રૂપાંતર કરવા ની જરૂર રહેતી હોય છે.અને ત્યાર પછી બેટરી ને ચાર્જ કરવા માં આવે છે.આ પ્રયોજન માટે સામાન્યરીતે ટંગર બલ્બ પ્રકાર ના રેકટીફાયર નો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં વધારે પ્રમાણ માં બેટરી ચાર્જ કરવાની હોય ત્યાં આ રીત માટે મોટર જનરેટર સેટ નો ઉપયોગ કરવામાં આવે છે.
આ માટે ડી.સી.સ્ત્રોત ના પોઝિટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું જોઈએ અને સ્ત્રોત ના નેગેટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું જોઈએ જો પોલારિટીમાં સન્દેહ થાય તો ડી.સી.સ્ત્રોત ના બેટરી ને જોડતા બે છેડાઓને મંદ તેજાબવાળા પાણી માં અથવા તો મીઠાવાળા પાણીમાં ડુબાડતા નેગેટિવ વાયર ની પાસે વધારે પ્રમાણ માં પરપોટા થશે.તેથી પોલારિટી નો ખ્યાલ આવી જશે.
હવે આપણે બેટરી ચાર્જિંગ ની રીતો વિષે જાણીશું જે નીચે મુજબ બે પ્રકાર ની રીતો નો ઉપયોગ કરવામાં આવે છે.
1.અચળ કરન્ટ ની રીત અને
2.અચલ વોલ્ટેજ ની રીત
જાણો: અવરોધ એટલે શું?
1.અચળ કરન્ટ ની રીત :
જ્યાં હાઈ વોલ્ટેજ ડી.સી.સપ્લાય સહેલાઇ થી મળી રહેતા હોય ત્યાં આ રીત નો ઉપયોગ કરવામાં આવે છે.પણ આવા સન્જોગો માં બેટરી ના વોલ્ટેજ ઓછા હોવા જોઈએહવે સપ્લાય વોલ્ટેજ ની સરખામણી માં બેટરી નો emf ઓછો હોય છે.એટલે કે બેટરી ની સીરીઝ માં લેમ્પ કે રેઝીસ્ટન્સ જોડવામાં આવે છે.જે ચાર્જિંગ કરન્ટ ને કન્ટ્રોલ કરે છે.આ રીત માં લોસ ના લીધે આ રીત એટલી ઉપયોગી નથી
જાણો : EMF એટલે શું?
આ રીત થી સીરીઝ માં જોડેલ અસંખ્ય બેટરીઓ ને ચાર્જ શકાય છે.પણ તેમાં બધીજ બેટરી નો સરવાળો સપ્લાય વોલ્ટેજ વોલ્ટેજ કરતા વધારે થતા બેટરી ડિસ્ચાર્જ થવા લાગે છે આ બાબત ની તકેદારી રાખવી
ચાર્જિંગ કરન્ટ I = V-Eb/R+r
V= ડી.સી. સપ્લાય વોલ્ટજ
Eb = બેટરી ના કાઉન્ટર emf
R = લેમ્પ કે રેઝીસ્ટર્ નો બાહ્ય અવરોધ
r = બેટરી નો આંતરિક અવરોધ
ફાયદા તથા ગેરફાયદા :
આ રીત થી ચાર્જ કરતા બેટરી નુ આયુષ્ય માં વધારો થાય છે એ એનો ફાયદો છે પણ આ ચાર્જિંગ માં ચાર્જ કરવા માટે વધારે સમય લાગે છે.એટલે વારંવાર ચાર્જિંગ કરન્ટ ના મૂલ્ય ને તપાસતા રહેવું પડતું હોય છે આ એનો ગેરફાયદો છે
જાણો: ટ્રાન્સફોર્મર વિશે
2.અચળ વોલ્ટેજ ની રીત :
આ રીતમાં ચાર્જિંગ ના પૂર્ણ ગાળા માટે ચાર્જિંગ કે સપ્લાય વોલ્ટેજ ના મૂલ્યને અચલ રાખવામાં આવે છે એટલે તેને અચલ વોલ્ટેજ ની રીત થી ઓળખવામાં આવે છે.ચાર્જિંગ કરન્ટ ના મૂલ્યમાં ફેરફાર ,ડાયનેમો ના ફીલ્ડ રેગ્યુલેટર ને કન્ટ્રોલ કરીને અથવા તો પ્રાઈમ મૂવર ની સ્પીડ ને કન્ટ્રોલ કરીને,કરવામાં આવે છે.શરૂઆત માં ચાર્જિંગ કરન્ટનું મૂલ્ય બહુ વધારે કે ઉચ્ચ હોય છે જે બેટરી ના emf માં વધારો થતા ઘટે છે આ એક સામાન્ય રીત છે બેટરી ચાર્જ કરવાની
ફાયદા તથા ગેરફાયદા :
આ રીત માં ચાર્જિંગ કરવા માટે ઓછો સમય લાગે છે એ એનો ફાયદો છે એટલે કે આ રીત થી બહુ જલ્દી બેટરી ચાર્જ થાય છે જયારે આ રીત થી બેટરી ની કાર્યદક્ષતા માં ઘટાડો થાય છે અને બેટરી નુ આયુષ્ય માં ધટાડો થાય છે
તેમ છતાં એ.સી.સપ્લાય નો ઉપયોગ કરીને પણ બેટરી ચાર્જ કરી શકાય છે આ પ્રકાર ની રીત નો ઉપયોગ ફક્ત ડી.સી.સપ્લાય માટેજ કરવામાં આવે છે.હવે જો એ.સી.સપ્લાય જ ઉપલબ્દ હોય તો તેવા સંજોગો માં પ્રથમ રેકટીફાયર ના ઉપયોગ દ્વારા એ.સી.સપ્લાય નું રૂપાંતર ડી.સી.સપ્લાય માં કરવામાં આવે છે રેકટીફાયર ફૂલ વેવ અથવા હાલ્ફ વેવ હોઈ શકે છે.આ રીત માં પ્રથમ વોલ્ટેજ ના મૂલ્ય ને ટ્રાન્સફોર્મર દ્વારા ઓછો કરી ને ડી.સી.સપ્લાય માં રૂપાંતર કરવામાં આવે છે.આ ચાર્જિંગ ની રીત બહુ અસરકારક છે અને આ રીતનો ઉપયોગ વધારે પ્રમાણ માં જોવા મળે છે.
No comments:
Post a Comment