વીજળી એટલે શું? વીજળી ની અસરો કઈ કઈ છે?

                   


                                  
        પૃથ્વી પર અનેક પ્રકાર ના પદાર્થો મળી આવે છે। કોઈપણ પદાર્થ ના એક ટુકડા નું ભૌતિક રીતે વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી મળતા સૌથી નાના ટુકડાને અણુ તરીકે ઓળખવામાં આવે છે અને આ અણુ નું રાસાયણિક રીતે વિભાજન કરવામાં આવે તો તેમાંથી મળતા સૌથી નાના કણ ને પરમાણુ કહે છે (જ્યાં અણુ  ને મોલીક્યુલ તથા પરમાણુ ને એટમ તરીકે પણ ઓળખવામાં આવે છે )


                      આ પરમાણુ નું બંધારણ ત્રણ પ્રકાર ના વીજકણો ના જથ્થા થી બનેલું હોય છે.જેને પ્રોટોન,ઇલેક્ટ્રોન,અને ન્યુટ્રોન કહે છે.આમ પરમાણુ પ્રોટોન,ઇલેક્ટ્રોન,અને ન્યુટ્રોન નો બનેલો હોય છે.જેમાં પ્રોટોન પોઝીટિવ  ચાર્જ અને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે જયારે ન્યુટ્રોન તટસ્થ હોય છે.


                     પરમાણુ ની મધ્ય માં કેન્દ્રવર્તી ન્યુક્લિઅર હોય છે.જેમાં પ્રોટ્રોન અને ન્યુટ્રોન રહેલા હોય છે ,જયારે ઇલેક્ટ્રોન પરમાણુ ની ફરતે ચોક્કસ કક્ષા માં ગોળાકાર પરિભ્રમણ કરતા રહેતા હોય છે.પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પોજીટીવ અને નેગેટિવ ચાર્જ હોવાથી એકબીજા તરફ આકર્ષાય છે.ન્યુક્લિઅસ ની પાસે આવેલી કક્ષામાં ઇલેક્ટ્રોન તેની સાથે પ્રબળ રીતે બંધાયેલા હોય છે.પણ દૂર ની કક્ષા માં આવેલા ઇલેક્ટ્રોન નું ન્યુક્લિઅસ સાથેનું બન્ધન પ્રમાણ મેં શિથિલ હોય છે.તેથી ઇલેક્ટ્રોન પર પ્રોટ્રોન નું આકર્ષણ બહુ ઓછું થાય છે અને તેથી ઇલેક્ટ્રોન એક પરમાણુ માંથી બીજા પરમાણુ માં જઈ શકે છે.આવા ઇલેક્ટ્રોન ને જો બાહ્ય બળ આપવામાં આવે તો તે ચોક્કસ દિશા માં ગતિમાન થાય છે.આવી રીતે ઇલેક્ટ્રોન ના વહેતા પ્રવાહ કે ફલૉ ને વીજળી કે ઇલેકટ્રીસિટી કહે છે.


ઇલેકટ્રીસિટી ની સમજ :             

                                              માની લો બે પાણી ભરેલા વાસણ એકબીજા થી ઉપર નીચે સપાટી પર રાખેલ છે.જ્યાં ઉપર ના વાસણ થી નીચે ના વાસણ વચ્ચે પાઇપ થી જોડાણ કરેલ છે હવે ઉપર ના વાસણ માં થી પાણી પાઇપ દ્વારા પાણી નીચેના વાસણ માં જાય છે.જે ચોક્કસ સમય સુધી રહેશે જયારે બંને વાસણ ના પાણીનું લેવલ સમાન થશે ત્યારે પાણી એક વાસણ માંથી બીજા વાસણ માં વહેતુ બંધ થશે કારણ કે પાણી માં કોઈ ફોર્સ બાકી રહ્યો નથી આમ ઇલેક્ટ્રોન ને પણ આગળ ધકેલવા નું કામ ઇલેકટ્રીસિટી ની છે.જે આપણને સેલ કે જનરેટર દ્વારા મળી શકે છે ઇલેકટ્રીસિટી નો પ્રવાહ વહેવડાવી ને પંખા ,મોટર ,કે કોઈ પણ electrical વસ્તુ ચલાવી શકાય છે.


વીજળી ની જુદી જુદી અસરો અને ઉપયોગ :

                      વીજળી ની જુદી જુદી અસરો તેમજ તેના ઉપયોગ નીચે મુજબ છે
1.ચુમ્બકીય અસર :     
                              જયારે પણ કોઈ વાહક માંથી વીજળી નો પ્રવાહ પસાર થાય ત્યારે તે વાહક ની આસ પાસ મેગ્નેટિક ફિલ્ડ કે ચુમ્બકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે.વીજળી ની આ અસર ને ચુમ્બકીય ક્ષેત્ર ની અસર કહેવામાં આવે છે.નરમ પોલાદ ના ટુકડા પર વાહક ને વાઉન્ડ કરવામાં આવે અને જો તે વાહક માંથી કરન્ટ પસાર કરવામાં આવે તો તે નરમ પોલાદ નો ટુકડો મેગ્નેટ બની જાય છે ,ઇલેક્ટ્રિક બેલ ,ઇલેક્ટ્રિક મોટર ,  ટેલિફોન,લોઉડ સ્પીકર ,ટ્રાન્સફોર્મર,જનરેટર વગેરે આ અસર ના માધ્યમ પર કાર્ય કરે છે,


2.ઉષ્મા (ઉષ્ણતાજનક) ની અસર :
                                                       
                               જયારે  યુરેકા કે નાઇક્રોમ જેવી ધાતુ માંથી કરન્ટ પસાર કરવામાં આવે ત્યારે ધાતુ ના રેજીસ્ટેંન્સ ગુણધર્મ ને લીધે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે.એટલે કે વિગશક્તિ નું ઉષ્મા શક્તિ માં રૂપાંતર થાય છે.અને વીજળી ની આ અસર ને ઉષ્મીય અસર કહેવામાં આવે છે.આ અસર નો ઉપયોગ ઇલેક્ટ્રિક ઈસ્ત્રી ,ઇલેક્ટ્રિક લૅમ્પ ,વોટર હીટર,ઇલેક્ટ્રિક કીટલી ,ટોસ્ટર,ઇલેક્ટ્રિક કુકર,સ્ટોવ ,ઓવેન,થર્મોસ્ટેટ ,ઇલેક્ટ્રિક ફર્નેસ ,ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ  માં જોવા મળે છે 

3.રાસાયણિક અસર :
                 
                               જયારે કોઈ ચોક્કસ રાસાયણિક દ્રાવણ ઇલેકટ્રોલાઈટ માંથી કરન્ટ પસાર કરવામાં આવે ત્યારે રાસાયણિક ક્રિયા થાય છે અને તે ઇલેકટ્રોલાઈટ નું વિગટન તેના મૂળ તત્વો માં થાય છે.આ અસર ને રાસાયણિક અસર કહેવામાં આવે છે.આ અસર નો ઉપયોગ બેટરી ચાર્જિંગ અને ડીસચાર્જિંગ ,તથા ઇલેકટ્રોપ્લેટિંગ ,વગેરે માં થાય છે.મેટલ ઇન્ડસ્ટ્રીઝ માં પણ આ અસર જોવા મળે છે.રસાયણો ના ઉત્પાદન માં તથા ઇલેક્ટરોટાયપિંગ માં પણ તેનો ઉપયોગ જોવા મળે છે તેમજ ઇલેકટ્રોલિટીક કૅપેસિટર આજ સિદ્ધાંત પર કાર્યરત છે,

4.ભૌતિક અસર :
                               આપણું શરીર વિદ્યુત નું એક સારું વાહક છે.જયારે આપણા શરીર ના સંપર્ક માં કરન્ટ આવે છે ત્યારે શરીર માંથી કરન્ટ જમીન જાય છે.અને તેથી શરીર ને આંચકો લાગે છે.પણ અમુક નિશ્ચિત પ્રમાણ માં ઇલેક્ટ્રિક શોક લાગવાથી માનસિક રોગી તેમજ લકવાના દર્દીઓના જ્ઞાનતંતુઓને સતેજ કરી શકાય છે.આમ તબીબી ક્ષેત્રે વીજળી ની અસર નો ઉપયોગ કરવામાં આવે છે.

5.ક્ષ-કિરણ અસર :

                               વેક્યુમ ટ્યૂબ માંથી જયારે ઉચ્ચ ફ્રિકવન્સીના વોલ્ટેજ પસાર થાય છે ત્યારે તેમાંથી વિશિષ્ટ પ્રકાર ની કિરણો બહાર આવે છે.આ કિરણો ને આપણે નારી આંખે થી જોઈ સકતા નથી આ પ્રકાર ની કિરણો ને ક્ષ કિરણો કહેવામાં આવે છે.હોસ્પટલ માં આની મદદ થી દર્દી ના શરીર ના ફોટા પાડવામાં આવે છે.

6.ઇલેકટ્રોસ્ટેટિક અસર :
                              જયારે કોઈપણ બોડી ઇલેક્ટ્રિક રીતે ચાર્જ હોય છે ત્યારે તેની ફરતે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતું હોય છે.જેને ઇલેકટ્રોસ્ટેટિક અસર કહેવામાં આવે છે.

7.કોરોના અસર :
                              કોઈપણ વાહક  ઉચ્ચ વોલ્ટેજ ની ઇલેકટ્રીસિટી પસાર કરવામાં આવે ત્યારે પાતળા વાહક ની નજીક માં રહેલ હવા આયોનાઈજ થાય છે.આ અસર ને કોરોના અસર કહેવામાં આવે છે.
                         આ અસર ને લીધે ઇલેકટ્રીસિટી ડિસ્ચાર્જ થાય છે  

                             

Comments

Popular posts from this blog

ઓહમ નો નિયમ

વાહક અને અવાહક

ટ્રાન્સફોર્મર ના પ્રકાર (Transformer Na Prakar)