Posts

પાવર ફેક્ટર માં સુધારો કરવાની રીતો

પાવર ફેક્ટર માં સુધારો કરવાની રીતો                        પાવર ફેક્ટર માં સુધારો કરવા માટે બે રીતો નો ઉપયોગ થાય છે જે નીચે મુજબ છે  લોડ ની પેરેલલ માં કેપેસીટર નું જોડાણ  કરીને                 પાવર ફેક્ટર માં સુધારકરવાની આ એક સહેલી અને સરળ રીત છે.કેપેસિટર હંમેશા લીડિંગ કરન્ટ લે છે.તેથી લેગિંગ કરન્ટ ને નાબુદ કરે છે.અને પવાર ફેક્ટર માં સુધારો થાય છે.       2. સિંક્રોનસ મોટર  જોડાણ કરી ને                                જે લાઈન નો પાવર ફેક્ટર માં સુધારો કરવાનો હોય તે લાઈન ઉપર સિંક્રોનસ મોટર ને ઓવર એક્સટાઈટેશન સાથે પેરેલલ માં ચલાવવાથી પાવર ફેક્ટર માં સુધારો કરી શકાય.હવે આ મોટર કિંમત માં બહુ મોંઘી હોવાથી જ્યાં તેની કિંમત ની સરખામણી માં વધારે ફાયદો થતો હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ        3.ફેઇઝ અડવાન્સર નો ઉપયોગ કરીને પણ પાવર ફેક્ટર માં સુધારો કરી શકાય                   

ડીસી મોટર નો અર્થ? મોટર કામ સિદ્ધાંત, બાંધકામ અને ઓપરેશનલ જ્ઞાન

Image
  જે મશીન DC ના રૂપ માં રહેલી એનર્જી નુ રૂપાંતર મિકેનિકલ એનર્જી માં કરે છે તે મશીન ને DC મોટર કહેવામાં આવે છે,તેનો વર્કિંગ સિદ્ધાંત આ પ્રમાણે છે જયારે કરન્ટ લઇ જતા કન્ડક્ટર ને મેગ્નેટિક ફીલ્ડ માં મુકવામાં આવે ત્યારે તે મિકેનિકલ ફોર્સ અનુભવે છે જેની દિશા ફ્લેમિંગ ના જમણા હાથ ના નિયમ પ્રમાણે દર્શાવી શકાય                                રચના ની દ્રષ્ટિ એ DC જનરેટર કે DC મોટર વચ્ચે કોઈ તફાવત નથી હોતો એટલે કે DC જનરેટર નો ઉપયોગ DC મોટર અને DC મોટર નો ઉપયોગ DC જનરેટર તરીકે કરી શકાય બસ તેમને બાહ્ય દેખાવ માં જ થોડોક તફાવત   હોય છે. જનરેટર  ફ્રેમ ખુલ્લા પ્રકાર ની હોય છે જયારે મોટર ની ફ્રેમ બંધ પ્રકાર ની હોય છે.DC જનરેટર ની માફક DC મોટર પણ શંટ વાઉન્ડ ,સીરિઝ વાઉન્ડ,અને કમ્પાઉન્ડ વાઉન્ડ પ્રકાર ની હોય છે જાણો : DC મોટર ની રચના                                 ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમ ના આધારે મોટર ના પરિભ્રમણ ની દિશા કલોક  વાઇસ છે પરંતુ બધા કન્ડક્ટર ચુમ્બકીય ક્ષેત્ર ને કાપતા હોવાથી તેમાં વીજચાલાક બળ ઉપસ્થિત થાય છે ઉત્પન્ન થતા EMF ની દિશા કન્ડક્ટર માં વહેતા મૂળભૂત વીજપ્રવાહ ની દિશાથી ઉલ્ટ

ઉચ્ચ પાવર ફેક્ટર રાખવાથી થતા ફાયદાઓ જણાવો

ઉચ્ચ પાવર ફેક્ટર રાખવાથી થતા ફાયદા મશીન ,લેમ્પ ,વગેરે ની આક્રોસ માં અચળ મૂલ્ય ના વોલ્ટેજ જાળવીને રાખી શકાય છે. અને તેથી તેમની કાર્યક્ષમતા માં વધારો થાય છે  વોલ્ટજ રેગ્યુલેશન સારું મળે છે  ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન લોસિસ માં ઘટાડો થાય છે એટલે કે કાર્યદક્ષતા માં વધારો થાય છે  કન્ડક્ટર નું ઓવરહીટ થવાથી રક્ષણ થાય છે  આપેલ લોડ માટે ઓછી ક્ષમતા ના સર્કિટ બ્રેકર ,સ્વિચો,ફ્યુજો અને કન્ડક્ટર નો ઉપયોગ કરી શકાય છે  વપરાશકારે પોતાના લોડ માટે ઓછી કિંમત ચૂકવવી પડે છે 

પાવર ફેક્ટર એટલે શું? ઓછા પાવર ફેક્ટર ના ગેરફાયદા

પાવર ફેક્ટર ( Power Factor Etle Shu ):                        ખરો પાવર (true power )  અને આભાસી પાવર (aprent power)  ના ગુણોત્તર ને પાવર ફેક્ટર કહેવામાં  આવે છે.                                           એટલે કે પાવર ફેક્ટર =ખરો પાવર /આભાસી પાવર                                                                                                                  જ્યાં ખરો પાવર  એટલે વોટ મીટર ની રીડિંગ                                                             અને આભાસી પાવર એટલે વોલ્ટ મીટર અને એમીટર ની રીડિંગ                                                               એટલે કે pf =w/vi                                              એટલે કે પાવર ફેક્ટર ની કિંમત વોલ્ટેજ અને કરન્ટ વચ્ચે ના ફેજ કોણની  કોજયા (cosine) બરાબર હોય છે  ઓછા પાવર ફેક્ટર ની અસર (ડિસ્ટ્રીબ્યુશન પધ્ધતિ માં ):                            ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ  પાવર ફેક્ટર ઘટે તેમ કરન્ટ વધે છે કરન્ટ વધવાથી લાઈન માં થતો પાવર નો વ્યય વધે છે અને  વોલ્ટેજ ડ્રોપ માં વધારો થાય છે  ઓછા પાવર ફેક્ટર ની

સાઇકલ , ફ્રીકવન્સી,પિરિયડ,તાત્ક્ષણિક મૂલ્ય, મેક્સિમમ વેલ્યુ , સરેરાશ મૂલ્ય , ફેઇઝ,ઈનફેઇઝ,ઓઉટ ઓફ ફેઇઝ,લેગિંગ, લીડિંગ,ફોર્મંફેક્ટર, ક્યુ ફેક્ટર એટલે શુ ?

સાઇકલ                ઓલ્ટરનેટિન્ગ રાશિ ના મૂલ્ય તેમજ દિશા માં થતા એક પૂર્ણ ફેરફાર ને સાઇકલ તરીકે ઓળખવામાં આવે છે  ફ્રીકવન્સી                પ્રતિ સેકન્ડ સાઇકલ ની સંખ્યા ને ફ્રિકવન્સી કહેવામાં આવે છે.અલગ અલગ દેશ માં તે અલગ અલગ જોવા મળે છે ભારત માં સામાન્યપણે 50 c /s ફ્રિકવન્સી છે  પિરિયડ               એક સાઇકલ ને પૂર્ણ થતા જે સમય લાગે તે સમય ને પિરિયડ કહેવામાં આવે છે  તાત્ક્ષણિક મૂલ્ય               કોઈ પણ સમયે મળતા મૂલ્ય ને તાત્ક્ષણિક મૂલ્ય કહેવાય છે  મેક્સિમમ વેલ્યુ                આપેલ સમય ગાળા દરમિયાન રાશિ ના મહત્તમ મૂલ્ય ને મેક્સિમમ વેલ્યુ કહેવાય છે તેનું બીજું નામે પીક વેલ્યુ પણ છે  સરેરાશ મૂલ્ય                   અર્ધ સાઇકલ માં મળતા તાત્ક્ષણિક મૂલ્યોના સરેરાશ ને તેમનું સરેરાશ મૂલ્ય કહેવાય છે તેને એવરેજ વેલ્યુ પણ કહેવામાં આવે છે  ફેઇઝ                  બે કે તેથી વધુ ઓલ્ટરનેટીંગ રાશિ ના એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને ફેઇઝ કહેવામાં આવે છે  ઈનફેઇઝ                 જો બે ઓલ્ટરનેટિંગ રાશિઓ ના મહત્તમ કે લઘુત્તમ મૂલ્યો એકજ સમયે અને તેજ સમયે તેજ દિશા

ડીસી મોટર ની રચના

Image
ડીસી મોટર ની રચના     સિદ્ધાંત                      ડીસી મોટર એ ઈલેકટ્રીક શક્તિ નું યાંત્રિક શક્તિ માં રૂપાંતર ના સિદ્ધાંત પર કાર્ય કરે છે,   ડીસી મોટર ના ભાગો                                          ડીસી મોટર ના ભાગો ને બે વિભાગ માં વહેંચવામાં આવે છે                                                           1.ફરતા ભાગ અને 2.સ્થિર ભાગ ફરતા ભાગ     આર્મેચર :                       તે મેગ્નેટિક પદાર્થ નું લેમીનેટેડ કોર કે વાઇન્ડીંગ ના સ્વરૂપ માં કન્ડક્ટર્સ અને એક કોમ્યુટેટર ધરાવતું હોય છે,આર્મેચર કોરમાં સ્લોટ કાપેલ હોય છે જેમાં કોઇલ્સના સ્વરૂપ માં કન્ડક્ટર ને મુકવામાં આવે છે                     આર્મેચર નું કાર્ય એ યુનિફોર્મ મેગ્નેટિક ફીલ્ડ  માં રોટેટ કરવાનું છે   કોમ્યુટેટર :                   કોમ્યુટેટર તાંબાની રિંગ પ્રકાર નું હોય છે પરંતુ તે નાના ટુકડાઓનું કોમ્બિનેશન હોય છે એક ટુકડા ને સેગ્મેન્ટ કહેવાય છે.દરેક સેગ્મેન્ટ ને એકબીજા થી  ઇન્સ્યુલેટ કરીને તેવા અનેક સેગ્મેન્ટ ને સજ્જડ રીતે કમ્બાઇન્ડ કરીને આર્મેચર ની ઇન્સ્યુલેટ કરેલ શાફ્ટ ઉપર તેને ફિટ કરવા

ડીસી જનરેટર અને મોટર

ડીસી  જનરેટર અને મોટર                           જે મશીન મિકેનીકલ પાવર (યાંત્રિક શક્તિ ) નું રૂપાંતર ડીસી ઇલેકટ્રીકલ પાવર માં કરે છે તેને ડીસી જનરેટર કહેવામાં આવે છે ,જયારે જે મશીન  કે યન્ત્ર ડીસી ના રૂપમાં રહેલી વીજ કાર્યશક્તિ નું રૂપાંતર યાંત્રિક કાર્યશક્તિ ના સ્વરૂપ માં કરે છે તેને ડીસી મોટર કહેવામાં આવે છે ,ડીસી જનરેટર અને ડીસી મોટર ની રચના કે બનાવટ માં કોઈ તફાવત નથી તે બન્ને વચ્ચે તફાવત માત્ર તેમના કાર્યસિદ્ધાંત માં જ છે