પાવર ફેક્ટર ( Power Factor Etle Shu ):
ખરો પાવર (true power ) અને આભાસી પાવર (aprent power) ના ગુણોત્તર ને પાવર ફેક્ટર કહેવામાં આવે છે.
એટલે કે પાવર ફેક્ટર =ખરો પાવર /આભાસી પાવર
જ્યાં ખરો પાવર એટલે વોટ મીટર ની રીડિંગ
અને આભાસી પાવર એટલે વોલ્ટ મીટર અને એમીટર ની રીડિંગ
એટલે કે pf =w/vi
એટલે કે પાવર ફેક્ટર ની કિંમત વોલ્ટેજ અને કરન્ટ વચ્ચે ના ફેજ કોણની કોજયા (cosine) બરાબર હોય છે
ઓછા પાવર ફેક્ટર ની અસર (ડિસ્ટ્રીબ્યુશન પધ્ધતિ માં ):
ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ પાવર ફેક્ટર ઘટે તેમ કરન્ટ વધે છે કરન્ટ વધવાથી લાઈન માં થતો પાવર નો વ્યય વધે છે અને વોલ્ટેજ ડ્રોપ માં વધારો થાય છે
ઓછા પાવર ફેક્ટર ની અસર (ઘરગથ્થુ સાધનો )પર :
ઓછા પાવર ફેક્ટર ના લીધે આ પ્રકારના સાધનો ની કાર્યદક્ષતા ઓછી થાય છે અને તેની સાથે મોટર ની સ્પીડ પણ ઓછી થાય છે
જાણો: ટ્રાન્સફોર્મર વિશે
ઓછા પાવર ફેક્ટર ના ગેરફાયદા :
- જો પાવર ફેક્ટર ઓછો હશે તો એટલા જ પાવર માટે વીજપ્રવાહ વધશે કારણ કે વોલ્ટેજ અચળ હોય છે વીજપ્રવાહ વધવાથી તાંબા નો વ્યય વધશે અને મશીનરી ની કાર્યદક્ષતા ઘટશે
- ઓછા પાવર ફેક્ટર માટે ટ્રાન્સમિશન લાઈન ના આડછેદ નું ક્ષેત્રફળ વધારે રાખવું પડશે એટલે પાવર ટ્રાન્સમિટ કરવાનો ખર્ચ વધી જશે
- ઓછા પાવર ફેક્ટર ને લીધે ટર્મિનલ વોલ્ટેજ માં વધારે પ્રમાણ માં ધટાડો થાય છે એટલે ટ્રાન્સફોર્મર ,જનરેટર ,અને ટ્રાન્સમિશન લાઈન માટે સારી જાતની વોલ્ટેજ રેગ્યુલેશન ની વ્યવસ્થા કરવાની જરૂર રહે છે
- ઓછા પાવર ફેક્ટર થી ટ્રાન્સમિશન લાઈન અને સ્વિચ ગિયર માં વીજપ્રવાહ વધે છે અથવા બીજા શબ્દો માં કહીયે તો વીજનિર્માણ અને પારેશાણ એટલે કે જનરેશન અને ટ્રાન્સમિશન નો ખર્ચ વધે છે
No comments:
Post a Comment