ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator ) :
આ પ્રકાર ના જનરેટર માં સીરીઝ ફીલ્ડ નું વાઇન્ડીંગ જાડા તાંબાના તારોનું અથવા તાંબા ની પત્તીઓના થોડા આંટાઓનું બનાવેલ હોય છે.અને તેને આર્મેચર અને લોડ સાથે સીરીઝ માં જોડેલ હોય છે મશીન એક્ષાઈટ થાય તે પહેલા સર્કિટ ને બંધ કરવું જરૂરી હોય છે.સીરીઝ જનરેટર નો ઉપયોગ વિશિષ્ઠ પ્રયોજનો જેવા કે બુસ્ટર માટે થાય છે.
આ પ્રકાર ના જનરેટર માં જેમ જેમ લોડ વધે છે તેમતેમ વોલ્ટેજ માં પણ વધારો થાય છે.
સીરીઝ જનરેટર ની લાક્ષણિકતાઓ :
- આર્મેચર કરન્ટ વધવાથી આર્મેચર પ્રતિરોધ વધે છે.જેના લીધે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને ટર્મિનલ વોલ્ટેજ માં પણ ઘટાડો થાય છે.
- આર્મેચર ડ્રોપ ને લીધે ટર્મિનલ વોલ્ટેજ માં ઉત્પાદિત વોલ્ટેજ કરતા ઘટાડો થાય છે
- મેગ્નેટિક સન્ત્રુપ્ત થાય છે એટલે કે કરન્ટ માં થતો વધારો ફક્ત બહુજ ઓછા પ્રમાણ માં ફ્લક્સ માં વધારો કરે છે.
સીરીઝ જનરેટર નો ઉપયોગ:
ડી.સી.સીરીઝ જનરેટર નો ઉપયોગ ખાસ કરીને બુસ્ટર તેમજ આર્ક લેમ્પ માં જોવા મળે છે તેમનો ઉપયોગ સ્થિર વીજપ્રવાહ જનરેટર તરીકે થાય છે.
No comments:
Post a Comment