ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator ):
આ જનરેટર માં ફીલ્ડ ને આર્મેચર અને લોડ સાથે સમાન્તર જોડવામાં આવે છે.આ જનરેટર માં ટર્મિનલ વોલ્ટેજ ને ફીલ્ડ સર્કિટ માં રેજિસ્ટર મૂકીને કે જે ફીલ્ડ કરન્ટ ને બદલે છે તેને નિયંત્રિત કરી શકાય। તેનું ફીલ્ડ વાઇન્ડીંગ પાતળા તાર ના અનેક આંટા નું બનેલ હોય છે
જાણો: અવરોધ એટલે શું?
શન્ટ જનરેટર ની લાક્ષણિકતા :
- જયારે કરન્ટ વહે છે ત્યારે આર્મેચર ,બ્રશ ના અવરોધ ના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે
- આર્મેચર રિએક્શન ના કારણે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને એના લીધે ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે
- ટર્મિનલ વોલ્ટેજ માં ઘટાડો થતા શન્ટ ફીલ્ડ માં થી વહેતા કરન્ટ માં પણ ઘટાડો થાય છે જેના કારણે ફરીથી ફ્લક્સ માં અને તેથી ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે
શન્ટ જનરેટર નો ઉપયોગ :
1.બેટરી ચાર્જિંગ માટે આ પ્રકાર ના જનરેટર નો ઉપયોગ થાય છે કારણ કે તે સ્થિતિ પ્રમાણે યોગ્ય વોલ્ટેજ આપે છે બેટરી માંથી કરન્ટ રિવર્સ થવાના કિસ્સા માં પણ તેની પોલારિટી બદલાતી નથી.
2. સિક્રોનસ મોટર અને જનરેટર માટે એક્ષાઈટર તરીકે પણ આ જનરેટર નો ઉપયોગ થાય છે
3.ઇલેકટ્રોપ્લેટિંગ તેમજ બીજા પ્રકાર ના ઇલેકટ્રોલીસીસ કામ કાજ માટે આ જનરેટર નો ઉપયોગ થાય છે
No comments:
Post a Comment