મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ( Mutual Induction )
એક બીજા ની નજીક માં મુકેલ બે કોઇલ a અને b નો વિચાર કરો કોઇલ b અને બેટરી ની સર્કિટ માં ગેલ્વે નો મીટર નું જોડાણ કરવામાં આવેલ છે ,જયારે કોઇલ a ની સર્કિટ માં સ્વિચ જોડવામાં આવેલ છે
જયારે સ્વિચ ને બન્ધ કરવામાં આવે છે ત્યારે ગેલ્વે નો મીટર ની સોય માં ત્વરિત ડિફલેકશન નોંધવામાં આવે છે, અને તે તરત જ ગેલ્વે નો મીટર ની સ્કેલ ની શૂન્ય પોજીશન પર આવી જાય છે ગેલ્વે નો મીટર ની નીડલ કે સોય માં ડિફલેકશન એ દર્શાવે છે કે કોઇલ b માં emf ઇડયુસ થયેલ છે હવે જયારે સ્વિચ ને ઑફ કરવામાં આવે છે ત્યારે ગેલ્વે નો મીટર ની નીડલ માં ફરી થી ડિફલેકશન જોવા મળે છે પરંતુ આ વખત ના ડિફલેકશન ની દિશા પહેલા કરતા વિરુદ્ધ હોય છે તે દર્શાવે છે કે ફરી થી emf ઇન્ડ્યુસ થયેલ છે જેની દિશા પહેલા ઇન્ડ્યુસ થયેલ emf કરતા વિરુદ્ધ દિશા ની છે
જાણો : EMF એટલે શું?
ટૂંક માં જયારે બે કોઇલ્સ ને નજીક નજીક માં મુકવામાં આવે છે અને એક કોઇલ માંથી ફેરફાર વાળો કરંટ પસાર કરવામાં આવે છે ત્યાંરે પહેલી કોઇલ ના emf માં ફેરફાર થાય છે જે બીજા કોઇલ સાથે લિન્ક થાય છે અને તેમાં emf ઇન્ડ્યુસ કરે છે જેને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુ emf કહેવામા આવે છે અને આ પ્રક્રિયા ને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવામાં આવે છે
No comments:
Post a Comment