Tuesday, 29 August 2017

બેટરી ચાર્જિંગ કરવાની રીત

                      આ પોસ્ટ માં આપણે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે વિસ્તાર થી સમજીશું કે બેટરી ને સાવધાની પૂર્વક કઈ રીતે ચાર્જ કરવા માં આવે કે જેથી બેટરી ને નુકશાન ના થાય અને એનું આયુષ્ય વધે. તો આવો સમજીયે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે.

બેટરી ચાર્જિંગ કરવાની રીત


           બેટરી ચાર્જિંગ એટલે બેટરી ને વીજભારિત કરવું એમ કહેવાય સેકન્ડરી સેલ ની ઘનતા 0.8કરતા ઓછી થાય કે તુરંત જ તેને ચાર્જ કરવું પડે છે



                      સામાન્યરીતે સેકન્ડરી સેલ ને ચાર્જ કરવા માટે ડી.સી. નો ઉપયોગ થાય છે પરંતુ દરેક જગ્યા એ ડી.સી. મળતો ના હોવાથી એ.સી.ને ડી.સી.માં રૂપાંતર કરવા ની જરૂર રહેતી હોય છે.અને ત્યાર પછી બેટરી ને ચાર્જ કરવા માં આવે છે.આ પ્રયોજન માટે સામાન્યરીતે ટંગર બલ્બ પ્રકાર ના રેકટીફાયર નો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં વધારે પ્રમાણ માં બેટરી ચાર્જ કરવાની હોય ત્યાં આ રીત માટે મોટર જનરેટર સેટ નો ઉપયોગ કરવામાં આવે છે.

                     આ માટે ડી.સી.સ્ત્રોત ના પોઝિટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું જોઈએ અને સ્ત્રોત ના નેગેટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના નેગેટિવ ટર્મિનલ સાથે કરવું જોઈએ જો પોલારિટીમાં સન્દેહ થાય તો ડી.સી.સ્ત્રોત ના બેટરી ને જોડતા બે છેડાઓને મંદ તેજાબવાળા પાણી માં અથવા તો મીઠાવાળા પાણીમાં ડુબાડતા નેગેટિવ વાયર ની પાસે વધારે પ્રમાણ માં પરપોટા થશે.તેથી પોલારિટી નો ખ્યાલ આવી જશે.

                      હવે આપણે બેટરી ચાર્જિંગ ની રીતો વિષે જાણીશું જે નીચે મુજબ બે પ્રકાર ની રીતો નો ઉપયોગ કરવામાં આવે છે.

1.અચળ કરન્ટ ની રીત અને
2.અચલ વોલ્ટેજ ની રીત 



1.અચળ કરન્ટ ની રીત :


                                       જ્યાં હાઈ વોલ્ટેજ ડી.સી.સપ્લાય સહેલાઇ થી મળી રહેતા હોય ત્યાં આ રીત નો ઉપયોગ કરવામાં આવે છે.પણ આવા સન્જોગો માં બેટરી ના વોલ્ટેજ ઓછા હોવા જોઈએહવે સપ્લાય વોલ્ટેજ ની સરખામણી માં બેટરી નો emf ઓછો હોય છે.એટલે કે બેટરી ની સીરીઝ માં લેમ્પ કે રેઝીસ્ટન્સ જોડવામાં આવે છે.જે ચાર્જિંગ કરન્ટ ને કન્ટ્રોલ કરે છે.આ રીત માં લોસ ના લીધે આ રીત એટલી ઉપયોગી નથી 


                                       આ રીત થી સીરીઝ  માં જોડેલ અસંખ્ય બેટરીઓ ને ચાર્જ શકાય છે.પણ તેમાં બધીજ બેટરી નો સરવાળો સપ્લાય વોલ્ટેજ વોલ્ટેજ કરતા વધારે થતા બેટરી ડિસ્ચાર્જ થવા લાગે છે આ બાબત ની તકેદારી રાખવી 
                                     ચાર્જિંગ કરન્ટ I = V-Eb/R+r 

                                                                                           V= ડી.સી. સપ્લાય વોલ્ટજ 
                                                                                        Eb = બેટરી ના કાઉન્ટર emf 
                                                                                          R = લેમ્પ કે રેઝીસ્ટર્ નો બાહ્ય અવરોધ  
                                                                                            r = બેટરી નો આંતરિક અવરોધ 

 ફાયદા તથા ગેરફાયદા :

      આ રીત થી ચાર્જ કરતા બેટરી નુ આયુષ્ય માં વધારો થાય છે એ એનો ફાયદો છે પણ આ ચાર્જિંગ માં ચાર્જ કરવા માટે વધારે સમય લાગે છે.એટલે વારંવાર ચાર્જિંગ કરન્ટ ના મૂલ્ય ને તપાસતા રહેવું પડતું હોય છે આ એનો ગેરફાયદો છે   


2.અચળ વોલ્ટેજ ની રીત :

                      આ  રીતમાં ચાર્જિંગ  ના પૂર્ણ   ગાળા માટે ચાર્જિંગ કે સપ્લાય વોલ્ટેજ ના મૂલ્યને અચલ રાખવામાં આવે છે એટલે તેને અચલ વોલ્ટેજ ની રીત થી ઓળખવામાં આવે છે.ચાર્જિંગ કરન્ટ ના  મૂલ્યમાં  ફેરફાર ,ડાયનેમો ના ફીલ્ડ  રેગ્યુલેટર  ને કન્ટ્રોલ કરીને અથવા  તો પ્રાઈમ  મૂવર ની સ્પીડ ને કન્ટ્રોલ કરીને,કરવામાં આવે છે.શરૂઆત માં ચાર્જિંગ કરન્ટનું મૂલ્ય બહુ વધારે કે ઉચ્ચ હોય છે જે બેટરી ના emf માં વધારો થતા ઘટે છે આ એક સામાન્ય રીત છે બેટરી ચાર્જ કરવાની

ફાયદા તથા ગેરફાયદા :

         આ રીત માં ચાર્જિંગ કરવા માટે ઓછો  સમય લાગે છે  એ એનો ફાયદો છે એટલે કે આ રીત થી બહુ જલ્દી બેટરી ચાર્જ થાય છે જયારે આ રીત થી બેટરી ની કાર્યદક્ષતા માં ઘટાડો થાય છે  અને બેટરી નુ આયુષ્ય માં ધટાડો થાય છે 
                            તેમ છતાં એ.સી.સપ્લાય નો ઉપયોગ કરીને પણ  બેટરી  ચાર્જ કરી  શકાય છે આ પ્રકાર ની રીત નો ઉપયોગ ફક્ત ડી.સી.સપ્લાય  માટેજ કરવામાં આવે છે.હવે જો એ.સી.સપ્લાય જ ઉપલબ્દ હોય તો તેવા સંજોગો માં પ્રથમ રેકટીફાયર ના ઉપયોગ દ્વારા એ.સી.સપ્લાય નું રૂપાંતર ડી.સી.સપ્લાય માં કરવામાં આવે છે રેકટીફાયર ફૂલ વેવ અથવા હાલ્ફ  વેવ હોઈ શકે છે.આ રીત માં પ્રથમ વોલ્ટેજ ના મૂલ્ય ને ટ્રાન્સફોર્મર દ્વારા ઓછો કરી ને ડી.સી.સપ્લાય માં રૂપાંતર કરવામાં આવે છે.આ ચાર્જિંગ ની રીત બહુ અસરકારક છે અને આ રીતનો ઉપયોગ વધારે પ્રમાણ માં જોવા મળે છે.

Saturday, 26 August 2017

ડી.સી.મોટર ને ચાલુ કરવા માટે સ્ટાર્ટર ની જરૂરિયાત કેમ રહે છે?

     જયારે મોટર ને સ્ટાર્ટ કરવા માં આવે છે ત્યારે આર્મેચર નું રેઝીસ્ટન્સ શૂન્ય હોવાથી શરૂઆત નો કરન્ટ બહુ વધારે પ્રમાણ માં આર્મેચર માંથી પસાર થશે.હવે જો આ મોટર ને લાઈન પર ડાયરેક્ટલી જોડવામાં આવે તો તે કિસ્સા માં શરૂઆત માં બહુ વધારે પ્રમાણ માં કરન્ટ મળતા બની શકે કે ફ્યુઝ ઉડી જાય અને મોટર ના કોમ્યુટેટર ને પણ નુકશાન થઇ શકે તથા કાર્બન બ્રશ ને પણ નુકશાન થશે




               દા.ત. 440 v , 3.75kw મોટર નો વિચાર કરો એના આર્મેચર નો રેઝીસ્ટન્સ 0.25 ohm છે અને ફૂલ લોડ કરન્ટ નું મૂલ્ય 50 A છે.હવે જો આ મોટર ને લાઈન ઉપર ડાઇરેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે તો તેવા કિસ્સા માં મોટર 440/0.25 =1760A જેટલો કરન્ટ લેશે જેનું મૂલ્ય લોડ કરન્ટ ના 35.2 ગણું હશે.
                આવું ના થાય તેટલા માટે આર્મેચર ની સીરીઝ માં રેઝીસ્ટન્સ દાખલ કરવામાં આવે છે માત્ર સ્ટાર્ટિંગ માટે જ લગભગ 5 થી 10 સેકન્ડ માટે જેના થી સ્ટાર્ટિંગ કરન્ટ નું મૂલ્ય મર્યાદા માં રહે છે અને મોટર જયારે ફૂલ સ્પીડ માં આવે ત્યારે આ રેઝીસ્ટન્સ હટાવી દેવા માં આવે છે આથી મોટર ને સ્ટાર્ટિંગ કરન્ટ થી થતા નુકશાન થી અટકાવી શકાય છે
                તેમ છતાં નાની મોટર ને ડાયરેક્ટ સપ્લાય સાથે જોડી ને સ્ટાર્ટ કરવા માં આવે છે આવી મોટર ને આ મુજબ નું કોઈ નુકશાન થતું નથી હોતું આમ આવા પ્રકાર ના નુકશાન ના બચાવ માટે મોટર ને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટર નો ઉપયોગ કરવામાં આવે છે 

Friday, 25 August 2017

જનરેટર ના કોમ્યુટેટર પર હાઈ સ્પાર્કિંગ થવાના કારણો

                     
                     
                         અમુક વખતે જનરેટર કે મોટર ના કોમ્યુટેટર પર સ્પાર્કિંગ થતું જોવા મળે છે તેને કારણો નીચે મુજબ દર્શાવેલ છે


  1. ઘસાઈ ગયેલા બ્રશ 
  2. બ્રશ ના ગ્રેડ ખોટા હોવા 
  3. બ્રશ ચોંટી જતા હોય 
  4. બ્રશ પર દબાણ બરાબર ના હોવું 
  5. કોમ્યુટેટર ની સપાટી રફ થઇ ગયેલ હોય 
  6. બ્રશ નું બેન્ડિંગ યોગ્ય ના હોવું 
  7. બ્રશ વચ્ચે ની જગ્યા સમાન ના હોવી 
  8. સેગ્મેન્ટ માંથી માઈક બહાર નીકળી ગયેલ હોય 
  9. બ્રશ ની સ્થિતિ ખોટી હોવી 
  10. આર્મેચર માં અર્થ ફોલ્ટ હોય 
  11. આર્મેચર શોર્ટ હોવા 
  12. ઓવર લોડ પણ જવાબદાર છે 

to read in eglish click hear
हिन्दी में जानकारी के लिए यहाँ क्लिक करे 

Tuesday, 22 August 2017

ડી.સી.જનરેટર માં વોલ્ટેજ નિયઁત્રણ વિષે સમજાવો

                      જનરેટર ઉપર આવતા લોડ ના પ્રમાણ માં જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ માં ઘટાડો કે વધારો થતો રહેતો હોય છે.એટલે તેને અચલ રાખવાની જરૂર હોય છે એટલે જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ ને નિયઁત્રણ માં રાખવાની જરૂર રહેતી હોય છે જે નીચે પ્રમાણે ની બે રીત દ્વારા સમજાવી શકાય
1.ફીલ્ડ કરન્ટ માં ફેરફાર કરીને  અને
2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને

1.ફીલ્ડ  કરન્ટ માં ફેરફાર કરીને :

                                                આ પ્રકાર ની રીત માં ફીલ્ડ વાઇન્ડીંગ ની સીરીઝ માં વેરીએબલ રેઝીસ્ટન્સ મૂકીને ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર કરવામાં આવે છે ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર થવાથી મેગ્નેટિક ફીલ્ડ માં પણ ફેરફાર થશે અને તેથી આઉટપુટ વોલ્ટજ માં જોઈતા પ્રમાણ માં ફેરફાર કરવું શક્ય બને છે 

2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને :

                                                આ પ્રકાર ની રીત માં જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરવામાં આવે છે હવે જનરેટર આઉટપુટ વોલ્ટજ નું મૂલ્ય જનરેટર ની સ્પીડ પર આધારિત હોવા થી સ્પીડ ના વધતા વોલ્ટેજમાં વધારો થાય છે અને સ્પીડ ના ઘટાડા સાથે વોલ્ટજ માં ઘટાડો થશે.આમ સ્પીડ માં ફેરફાર કરીને વોલ્ટેજ ના મૂલ્યમાં પણ વધારો કે ઘટાડો કરી શકાય છે.


Sunday, 20 August 2017

ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું ? ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર

ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું?


        ફીલ્ડ કોઇલ્સ માંથી ડાયરેક્ટ કરન્ટ મોકલીને ફીલ્ડ ફ્લક્સ ઉત્પન્ન કરવાની ગોઠવણી ને એક્ષાઈટેશન કહેવામાં આવે છે.

ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર :

                ફીલ્ડ કોઇલ્સ માંથી કરન્ટ ને ફોર્સ કરવા માટે જોઈતા emf ને કાં તો અલગ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે.અથવા તો જનરેટર સ્વયંના આર્મેચરમાંથી મેળવવામાં આવે છે હવે જયારે ફીલ્ડને અલગ સ્ત્રોત દ્વારા એક્ષાઈટ કરવામાં આવે છે ત્યારે જનરેટરને અલગ થી ઉત્તેજિત કે સેપરેટરલી એક્ષાઈટેડ ડી.સી.જનરેટર કહેવામાં આવે છે.

 જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયંના આર્મેચર ઉપરથી મેળવવા માં આવે છે અને જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયં ના આર્મેચર ઉપર થી મેળવવા માં આવે છે.ત્યારે તે જનરેટર ને સ્વયં ઉત્તેજિત કે સેલ્ફ એક્ષાઈટેડ જનરેટર કહેવામાં આવે છે આમ ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપરથી ડી.સી.જનરેટર નીચે મુજબ ના બે પ્રકારના હોય છે

1. સેપરેટરલી એક્ષાઈટેડ જનરેટર :


 

                આ પ્રકાર ના જનરેટર માં પોલ પીસેસ ઉપર વાઈન્ડ કરેલ કોઇલ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થાય છે પોલ પીસેસ માં બાહ્ય સ્ત્રોત માં થી ડી,સી, પસાર કરવા માં આવે છે આ બાહ્ય સ્ત્રોત સ્ટોરેજ બેટરી અથવા  તો બીજો ડાયનેમો હોય શકે છે.આકૃતિ માં આવા પ્રકાર ના જનરેટર ના જોડાણો દર્શાવે છે.ફીલ્ડ  વાઇન્ડીંગ નું જોડાણ સીરીઝ  માં કરેલ હોય છે અને તેને વેરિયેબલ રેઝિસ્ટન્સ મારફતે બેટરી માંથી ડી.સી.સપ્લાય આપવામાં આવે છે વેરિયેબલ રેઝિસ્ટન્સ ફીલ્ડ  કોઇલ માં કરન્ટ માં ફેરફાર કરે છે અને તેની સમપ્રમાણ માં ફ્લક્સ ઉત્પન્ન થાય છે.

સેપરેટરલી એક્ષાઈટેડ જનરેટર વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

આ પ્રકાર ના જનરેટર માં એક્ષાઈટેશન સિસ્ટમ લોડ સર્કીટ થી સ્વતંત્ર હોય છે અને તેને લોડ માં ફેરફાર થવાના લીધે ઇન્ડ્યુસ થતા વોલ્ટેજ ઉપર તેની કોઈ અસર થતી નથી સેપરેટરલી એક્ષાઈટેડ જનરેટર નો ઉપયોગ ઇલેકટ્રોપ્લેટિંગ તથા બુસ્ટર વગેરે માં તેમજ ફીલ્ડ રેગ્યુલેટર વાપરીને તેમજ પાવર  સપ્લાય માટે કરવામાં આવે છે

જાણો : EMF એટલે શું?

2.સેલ્ફ એક્ષાઈટેડ જનરેટર :

                 આ પ્રકાર ના જનરેટર માં પોલ્સ ઉપર ની ફીલ્ડ વાઇન્ડીંગ ઉપરાંત પોલ્સ માં અમુક  પ્રમાણ માં રેસીડ્યુઅલ મેગ્નેટિઝમ ની વ્યવસ્થા કરેલ હોય છે.જયારે આર્મેચર પોલ્સ ની હેઠળ રોટેટ થાય છે ત્યારે રેસિડયુઅલ મેગ્નેટિઝમ ના લીધે આર્મેચર ના વાઇન્ડીંગ માં અમુક emf ઇન્ડ્યુસ થાય છે.આ emf ને ફીલ્ડ વાઇન્ડીંગ ની એક્રોસ માં આપવામાં આવે છે.અને કરન્ટ એવી રીતે વહે છે કે તે ફીલ્ડ પોલ્સ ના મેગ્નેટિક પાવર માં વધારો કરે ફ્લક્સ માં થતો વધારો આર્મેચર ના વાઇન્ડીંગ માં ફરી વધારે પ્રમાણ માં emf ઇન્ડ્યુસ કરે છે અને તેથી ફરી ફ્લક્સ માં વધારો થાય છે આમ થવાથી બહુ થોડા સમય માં આર્મેચર પૂર્ણ મૂલ્ય નો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એટલે કે આ પ્રકાર ના જનરેટર માં ફીલ્ડ એક્ષાઈટ કરવા માટે કોઈ પણ બાહ્ય સ્ત્રોત ની જરૂરિયાત  રહેતી નથી હોતી આર્મેચર માં જે emf ઈન્ડયુસ થાય છે તેનો જ ઉપયોગ ફીલ્ડ એક્ષાઈમેન્ટ માં કરવામાં આવે છે 

                 સેલ્ફ એક્ષાઈટ જનરેટર ના પ્રકાર 
1.સીરીજ જનરેટર 
2.શન્ટ જનરેટર 
3.કમ્પાઉન્ડ જનરેટર 

ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator )

ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator ) :


                            આ  પ્રકાર ના જનરેટર  માં સીરીઝ ફીલ્ડ નું વાઇન્ડીંગ જાડા તાંબાના તારોનું અથવા તાંબા ની પત્તીઓના થોડા આંટાઓનું બનાવેલ હોય છે.અને તેને આર્મેચર અને લોડ સાથે સીરીઝ માં જોડેલ હોય છે મશીન એક્ષાઈટ થાય તે પહેલા સર્કિટ ને બંધ કરવું જરૂરી હોય છે.સીરીઝ જનરેટર નો ઉપયોગ વિશિષ્ઠ પ્રયોજનો જેવા કે બુસ્ટર માટે થાય છે.
                            આ પ્રકાર ના જનરેટર માં જેમ જેમ લોડ વધે છે તેમતેમ વોલ્ટેજ માં પણ વધારો થાય છે.

સીરીઝ જનરેટર ની લાક્ષણિકતાઓ :

  • આર્મેચર કરન્ટ વધવાથી આર્મેચર પ્રતિરોધ વધે છે.જેના લીધે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને ટર્મિનલ વોલ્ટેજ માં પણ ઘટાડો થાય છે.
  • આર્મેચર ડ્રોપ ને લીધે ટર્મિનલ વોલ્ટેજ માં ઉત્પાદિત વોલ્ટેજ કરતા ઘટાડો થાય છે
  • મેગ્નેટિક સન્ત્રુપ્ત થાય છે એટલે કે કરન્ટ માં થતો વધારો ફક્ત બહુજ  ઓછા પ્રમાણ માં ફ્લક્સ  માં વધારો કરે છે.

સીરીઝ જનરેટર નો ઉપયોગ:

             ડી.સી.સીરીઝ જનરેટર નો ઉપયોગ ખાસ કરીને બુસ્ટર તેમજ આર્ક લેમ્પ માં  જોવા મળે છે તેમનો ઉપયોગ સ્થિર વીજપ્રવાહ જનરેટર તરીકે થાય છે.

ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator )

ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator ):




                   આ જનરેટર માં ફીલ્ડ ને આર્મેચર અને લોડ સાથે સમાન્તર જોડવામાં આવે છે.આ જનરેટર માં ટર્મિનલ વોલ્ટેજ ને ફીલ્ડ સર્કિટ માં રેજિસ્ટર મૂકીને કે જે ફીલ્ડ કરન્ટ ને બદલે છે તેને નિયંત્રિત કરી શકાય। તેનું ફીલ્ડ વાઇન્ડીંગ પાતળા તાર ના અનેક આંટા નું બનેલ હોય છે





શન્ટ જનરેટર ની લાક્ષણિકતા :

               

  • જયારે કરન્ટ વહે છે ત્યારે આર્મેચર ,બ્રશ ના અવરોધ ના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે 
  • આર્મેચર રિએક્શન ના કારણે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને એના લીધે ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે 
  • ટર્મિનલ વોલ્ટેજ માં ઘટાડો થતા શન્ટ ફીલ્ડ માં થી વહેતા કરન્ટ માં પણ ઘટાડો થાય છે જેના કારણે ફરીથી ફ્લક્સ માં અને તેથી ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે 

જાણો : EMF એટલે શું?

શન્ટ જનરેટર નો ઉપયોગ :


         1.બેટરી ચાર્જિંગ માટે આ પ્રકાર ના જનરેટર નો ઉપયોગ થાય છે કારણ કે તે સ્થિતિ પ્રમાણે યોગ્ય                     વોલ્ટેજ આપે છે બેટરી માંથી કરન્ટ રિવર્સ થવાના કિસ્સા માં પણ તેની પોલારિટી બદલાતી નથી.
          2. સિક્રોનસ મોટર અને જનરેટર માટે એક્ષાઈટર તરીકે પણ આ જનરેટર નો ઉપયોગ થાય છે
          3.ઇલેકટ્રોપ્લેટિંગ તેમજ બીજા પ્રકાર ના ઇલેકટ્રોલીસીસ કામ કાજ માટે આ જનરેટર નો ઉપયોગ થાય                છે
                

Saturday, 19 August 2017

ડી.સી.કમ્પાઉન્ડ જનરેટર ( Dc Compound Generator)

ડી.સી.કમ્પાઉન્ડ જનરેટર ( Dc Compound Generator ):



                    આ પ્રકાર નું જનરેટર સીરીઝ અને શન્ટ જનરેટર નું મિશ્ર ઉદાહરણ છે.આવા  જનરેટર માં તેના આંતરિક ફીલ્ડ નું જોડાણ સીરીઝ અને શન્ટ પ્રકાર નું હોય છે.આકૃતિ માં તેના જોડાણ જોવા મળે છે.આ પ્રકાર ના જનરેટર ના મુખ્ય બે પ્રકાર હોય છે

1.કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર
2.ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર

કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર ના પણ ફરી બે પ્રકાર પડે છે
1.કોમ્યુટેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર
2.કોમ્યુટેટિવ લોન્ગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર

તેવીજ રીતે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકાર પડે છે
1.ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર
2.ડિફરન્શિયલ લોન્ગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર

             શોર્ટ શન્ટ કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર નો ઉપયોગ વધારે પડતો થતો હોવાથી આપણે તેની ચર્ચા કરીશુ આ પ્રકાર ના જનરેટર માં શન્ટ ફીલ્ડ નું જોડાણ આર્મેચર ની એક્રોસ માં કરેલું હોય છે.અને શન્ટ ફીલ્ડમાંથી વહેતા કરન્ટ ની દિશા તથા સીરીઝ ફીલ્ડ માંથી વહેતા કરન્ટ ની દિશા સરખી હોય છે આ જનરેટર ની સાથે લોન્ગ શન્ટ નું જોડાણ પણ કરી શકાય છે.
             આ પ્રકાર ના જનરેટર લોડ ને ધ્યાન માં લીધા વગર અચલ મૂલ્ય ના વોલ્ટેજ આપે છે.પરંતુ સીરીઝ ફીલ્ડ વાઇન્ડીંગ ના આંટાઓમાં ફરેફાર કરીને અથવા તો સીરીઝ ફીલ્ડ ની એક્રોસ માં રેઝીસ્ટર મૂકીને તેના રેગ્યુલેશન માં ફેરફાર કરી શકાય છે.તેને ડિવાઈડર કહેવામાં આવે છે.આ જનરેટર ના લાક્ષણિકતા સીરીઝ અને શન્ટ જનરેટર ની સંયુક્ત લાક્ષણિકતાઓ હોય છે.
             સીરીઝ ફીલ્ડ ના આંટાઓમાં વધગત કરીને પણ ત્રણ પ્રકાર ના કમાઉન્ડ જનરેટર મળે છે
                  1.ઓવર કમ્પાઉંડ જનરેટર
                  2.ફ્લેટ કમ્પાઉંડ જનરેટર
                  3.અન્ડર કમ્પાઉંડ જનરેટર

કમ્પાઉન્ડ જનરેટર નો ઉપયોગ:

                      ઈલકટ્રીક ટ્રેકશન માં વોલ્ટેજ ડ્રોપ થાય તે ક્ષતિ ને પૂરવા માટે તેનો ઉપયોગ થાય છે.તથા જયારે ટ્રાન્સમિશન લાઈન ને છેડે ભાર હોય છે ત્યારે પ્રકાશ અને પાવર પૂરો પાડવા માટે પણ કમ્પાઉન્ડ જનરેટર નો ઉપયોગ થાય છે.
                        જયારે ડિફ્રન્સિઅલ જનરેટર નો ઉપયોગ ફક્ત વેલ્ડિંગ માં જ થાય છે.