ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ( Distribution Transformer ):
જે ટ્રાન્સફોર્મર વિદ્યુત ઉર્જાના વિતરણ વપરાય છે.તેને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે.તેનું રેટિંગ 200 KVA હોય છે.અને તે સ્ટેપ ડાઉન પ્રકાર નું હોય છે.આવા ટ્રાન્સફોર્મર માં ભલે લોડ હોય કે ના હોય પણ તે દિવસ ના 24 કલાક કાર્યરત હોય છે.એટલે કે તેમાં આયર્ન લોસ આખા દિવસ સતત થયા કરે છે જયારે કોપર લોસ લોડ પર આધારિત હોય છે.એટલે કે જેમ લોડ વધારે તેમ કોપર લોસ વધુ અને જેમ લોડ ઓછો તેમ કોપર લોસ ઓછો એટલા માટે આવા ટ્રાન્સફોર્મર માં આયર્ન લોસ કોપર લોસ કરતા ઓછો હોવો જોઈએ બીજા શબ્દોમાં કહી શકાય કે 50% લોડ પર ટ્રાન્સફોર્મર ની કાર્યદક્ષતા વધારે હોવી જોઈએ આવા ટ્રાન્સફોર્મર નું વોલ્ટજ રેગ્યુલેશન સારું હોવું જોઈએ
જાણો: KVA એટલે શું?
જાણો: ટ્રાન્સફોર્મર એટલે શું
પાવર ટ્રાન્સફોર્મર ( Power Transformer ) :
જે ટ્રાન્સફોર્મર ને વિદ્યુત ઉર્જા ના ટ્રાન્સમિશન માટે વાપરવામાં આવે છે તેને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે.આવા ટ્રાન્સફોર્મર નું રેટિંગ 200KVA હોય છે.પાવર ટ્રાન્સફોર્મર નો ઉપયોગ જનરેટિંગ સ્ટેશન અથવા સબસ્ટેશન ઉપર પાવર લાઈન ના બન્ને છેડા ઉપર વોલ્ટેજ સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવા માટે થાય છે.પાવર ટ્રાન્સફોર્મર એક ફેઇઝ અથવા ત્રણ ફેઇઝ ના હોઈ શકે છે.જયારે પૂર્ણ લોડ હોય ત્યારે જ આવા ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરવામાં આવે છે.ઓછા ભારે તેમનું જોડાણ દૂર કરી દેવામાં આવે છે.આમ પાવર ટ્રાન્સફોર્મર ની કાર્યદક્ષતા પૂર્ણ લોડ પર વધારે માં વધારે હોવી જોઈએ
No comments:
Post a Comment