આ પોસ્ટ માં આપણે સમજીશું કે ટ્રાન્સફોર્મર એટલે શું ( ), ટ્રાન્સફોર્મર નો કાર્યસિદ્ધાંત તેની રચના અને ટ્રાન્સફોર્મર ના ઉપયોગ શું છે તો ચાલો સમજીયે , What is Transfrmer, Transformer Principal, and Transformer Uses.
એકસરખી ફ્રીક્વન્સી એ એક સર્કિટમાંથી બીજા સર્કિટ માં પાવર ને કન્વર્ટ કરવા માટેના ઇલેકટ્રીકલ સાધનના સ્થિર ભાગ ને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે તે વોલ્ટેજ માં વધારો અથવા ઘટાડો કરે છે અને તેની સાથે કરંટ માં પણ ઘટાડો અથવા વધારો કરે છે.આ ક્રિયા દરમિયાન પાવર નું મૂલ્ય સમાન રહે છે એટલે કે બદલાતું નથી ટ્રાન્સફોર્મર ફેરાડે ના ઇલેકટ્રોમેટિક ઇન્ડકશન ના નિયમ પર કાર્ય કરે છે
સિદ્ધાંત ( Transformer Principle)
ટ્રાન્સફોર્મર ઈલેકટ્રોમેગ્નેટિઝમ તેમજ ઈલેકટ્રોમેગ્નેટિક ઇન્ડકશન ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.જયારે બે કોઈલોને પાસે પાસે રાખવામાં આવે છે.અને જો એક કોઇલ માંથી એ.સી.સપ્લાય પસાર કરવામાં આવે ત્યારે બીજી કોઇલમાં પણ emf ઈન્ડયુસ થાય છે જે પહેલી કોઇલ માં ઉત્પન્ન થતા ફ્લક્સ પર આધારિત હોય છે
રચના :
ટ્રાન્સફોર્મર ના મુખ્ય બે ભાગ હોય છે કોર અને વાઇન્ડીંગ
1.કોર :
ટ્રાન્સફોર્મર નો કોર ચુમ્બકીય પદાર્થ ની પટ્ટીઓનો એટલે કે સિલિકોન સ્ટીલ ની પાતળી પાતળી પટ્ટીઓનો બનેલ હોય છે આ પટ્ટીઓને લેમિનેશન કરવામાં આવે છે આવી પટ્ટીઓનો પ્રતિરોધ વધારે અને હિસ્ટેરેસિસ લોસ ઓછો હોય છે.આ પટ્ટીઓની જાડાઈ 0.35 મી.મી.થી 0.55 મી.મી.ની હોય છે અને બધી જ પટ્ટીઓને કાગળ મૂકીને વોર્નિશ કે એનેમલ લગાડી ને એકબીજાથી ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે.આ માટે બે પ્રકાર ના કોર વાપરવામાં આવે છે જે આકૃતિ માં દર્શાવવામાં આવ્યા છે જેને કોર ટાઇપ અને શેલ ટાઇપ તરીકે ઓળખવામાં આવે છે
2.વાઇન્ડીંગ :
કોર ના બંને લીંબ ઉપર એક એક વાઇન્ડીંગ કરવામાં આવે છે.આ બન્ને વાઇન્ડીંગ વચ્ચે સીધો સંબંધ હોતો નથી માત્ર ઈલેકટ્રોમેગ્નેટિક ઇન્ડકશન નો જ સંબંધ હોય છે.બે વાઇન્ડીંગ માંથી એક વાઇન્ડીંગ ને પ્રાયમરી વાઇન્ડીંગ કહેવામાં આવે છે જે સપ્લાય સાથે જોડવામાં આવે છે.જયારે બીજી વાઇન્ડીંગ ને સેકન્ડરી વાઇન્ડીંગ કહેવામાં આવે છે.જેમાંથી આઉટપુટ મળે છે.આ વાઇન્ડીંગ માટે સુપર એનેમલ કોપર વાયર નો ઉપયોગ થાય છે.
ટ્રાન્સફોર્મર નો ઉપયોગ આપણે દરેક જગ્યા એ જોઈ શકીયે છીએ જેમકે ઇલેકટ્રોનિકસ ઉપકરણ માં ,તેમજ મોટા મોટા સબસ્ટેશન માં વોલ્ટેજ ના વધારા કે ઘટાડા માટે ઉપયોગી છે તેમજ અસંખ્ય જગ્યાએ પણ તેનો ઉપયોગ જોવા મળે છે
No comments:
Post a Comment