Wednesday, 27 September 2017

ટ્રાન્સફોર્મર એટલે શું? તેનો કાર્યસિદ્ધાંત,રચના, અને ઉપયોગ સમજાવો.

              આ પોસ્ટ માં આપણે સમજીશું કે ટ્રાન્સફોર્મર એટલે શું ( ), ટ્રાન્સફોર્મર નો કાર્યસિદ્ધાંત તેની રચના અને ટ્રાન્સફોર્મર ના ઉપયોગ શું છે તો ચાલો સમજીયે , What is Transfrmer, Transformer Principal, and Transformer Uses.
                           
                                   એકસરખી ફ્રીક્વન્સી એ એક સર્કિટમાંથી  બીજા સર્કિટ માં પાવર ને કન્વર્ટ કરવા માટેના ઇલેકટ્રીકલ સાધનના સ્થિર ભાગ ને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે તે વોલ્ટેજ માં વધારો અથવા ઘટાડો કરે છે અને તેની સાથે કરંટ માં પણ ઘટાડો અથવા વધારો કરે છે.આ ક્રિયા દરમિયાન પાવર નું મૂલ્ય સમાન રહે છે એટલે કે બદલાતું નથી ટ્રાન્સફોર્મર ફેરાડે ના ઇલેકટ્રોમેટિક ઇન્ડકશન ના નિયમ પર કાર્ય કરે છે

સિદ્ધાંત ( Transformer Principle)

              ટ્રાન્સફોર્મર ઈલેકટ્રોમેગ્નેટિઝમ તેમજ ઈલેકટ્રોમેગ્નેટિક ઇન્ડકશન ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.જયારે બે કોઈલોને પાસે પાસે રાખવામાં આવે છે.અને જો એક કોઇલ માંથી એ.સી.સપ્લાય પસાર કરવામાં આવે ત્યારે બીજી કોઇલમાં પણ emf ઈન્ડયુસ થાય છે જે પહેલી કોઇલ માં ઉત્પન્ન થતા ફ્લક્સ પર આધારિત હોય છે 



રચના :

            ટ્રાન્સફોર્મર ના મુખ્ય બે ભાગ હોય છે  કોર અને વાઇન્ડીંગ 

1.કોર :

            ટ્રાન્સફોર્મર નો કોર ચુમ્બકીય પદાર્થ ની પટ્ટીઓનો એટલે કે સિલિકોન સ્ટીલ ની પાતળી પાતળી પટ્ટીઓનો બનેલ હોય છે આ પટ્ટીઓને લેમિનેશન કરવામાં આવે છે આવી પટ્ટીઓનો પ્રતિરોધ વધારે અને હિસ્ટેરેસિસ લોસ ઓછો હોય છે.આ પટ્ટીઓની જાડાઈ 0.35 મી.મી.થી 0.55 મી.મી.ની હોય છે અને બધી જ પટ્ટીઓને કાગળ મૂકીને વોર્નિશ કે એનેમલ લગાડી ને એકબીજાથી ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે.આ માટે બે પ્રકાર ના કોર વાપરવામાં આવે છે જે આકૃતિ માં દર્શાવવામાં આવ્યા છે  જેને કોર ટાઇપ અને શેલ ટાઇપ તરીકે ઓળખવામાં આવે છે  

         

2.વાઇન્ડીંગ :

               કોર ના બંને લીંબ ઉપર એક એક વાઇન્ડીંગ કરવામાં આવે છે.આ બન્ને વાઇન્ડીંગ વચ્ચે સીધો સંબંધ હોતો નથી માત્ર ઈલેકટ્રોમેગ્નેટિક ઇન્ડકશન નો જ સંબંધ હોય છે.બે વાઇન્ડીંગ માંથી એક વાઇન્ડીંગ ને પ્રાયમરી વાઇન્ડીંગ કહેવામાં આવે છે જે સપ્લાય સાથે જોડવામાં આવે છે.જયારે બીજી વાઇન્ડીંગ ને સેકન્ડરી વાઇન્ડીંગ કહેવામાં આવે છે.જેમાંથી આઉટપુટ મળે છે.આ વાઇન્ડીંગ માટે સુપર એનેમલ કોપર વાયર નો ઉપયોગ થાય છે.

                   ટ્રાન્સફોર્મર નો ઉપયોગ આપણે દરેક જગ્યા એ જોઈ શકીયે છીએ જેમકે ઇલેકટ્રોનિકસ ઉપકરણ માં ,તેમજ મોટા મોટા સબસ્ટેશન માં વોલ્ટેજ ના વધારા કે ઘટાડા માટે ઉપયોગી છે તેમજ અસંખ્ય જગ્યાએ પણ તેનો ઉપયોગ જોવા મળે છે 


અર્થીન્ગ એટલે શું?

           
         

                       વીજળી અમારા માટે ફાયદાકારક છે, પરંતુ તેનું નુકસાન પણ વધુ છે. વીજળી આપણા જીવનને લઇ શકે છે, ભલે તે સારી રીતે ન ચાલે. હવે આપણે વીજળીથી દૂર ના મેળવી શકીએ કારણ કે વીજળી આપણા જીવનનો ભાગ બની ગઈ છે. અંધારામાં પ્રકાશ, ગરમીમાં ચાહક, આપણી આસપાસ વીજળીની એટલી શક્તિ છે કે આપણે તેઓ અજાણતાં પણ તેનો ઉપયોગ કરે છે આ સાથે, જોખમ વધે છે આ કારણોસર, આપણે સદ્ભાવનાનો માર્ગ અપનાવવો જોઈએ જે અમને અને અમારી પોતાની વીજળીને સુરક્ષિત કરી શકે છે, તેથી આપણે આ બધાથી દૂર રહેવા માટે અમારા ઘરમાં અમારા કાર્યને ચોક્કસપણે કરવું જોઈએ.પરંતુ પ્રથમ, શું તમને ખબર છે કે તેનો અર્થ શું છે?


 અર્થીન્ગ એટલે શું? (Erthing atle su)

           અમારી પાસે ઘણાં ઇલેક્ટ્રીકલ સાધનો છે કે જે ક્યારેક આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. તેથી વિદ્યુત સાધનો આપણા શરીરમાં સંપર્કમાં છે, અને તેથી જ્યારે સાધનમાં કોઈ દોષ હોય છે ત્યારે સાધનનું શરીર અમારી સાથે સંપર્કમાં આવે છે, જેથી કરંટ આપણા શરીરમાં પસાર થઈ જાય અને આપણે આઘાત અનુભવીએ છીએ. અવારનવાર, આંચકાઓ ઘોર બની ગયા છે એટલે જ આપણે આપણા ઘરની શોધમાં રહેવું જોઈએ. ભ્રમણકક્ષા દ્વારા આપણે જે આઘાત પાડીએ છીએ તે આપણા શરીરમાં જવાને બદલે. ઇ ઓ બની જાય છે. કુલ જમીન પર નીચે જાય છે અને અમે મૃત હોઈ લાગતું નથી




              સાદા શબ્દોમાં કહીએ તો, નકશીકામમાં જમીન પર વિદ્યુત સાધનોના જોડાણનો સમાવેશ થાય છે.

                આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોટરનું શરીર જમીન સાથે સીધું જ જોડાયેલું હતું, હવે એવું લાગે છે કે જ્યારે મોટર શરીર ટૂંકા હોય ત્યારે તે સીધી જમીનમાં જાય છે

અર્થીન્ગ રીતે કરવું 

                  તે સાધનના જમીન સાથે જોડાયેલું છે.  અર્થીન્ગ બનાવવા માટે, જમીનમાં ખાડો બનાવવામાં આવે છે, તે વાહક તરીકે લેવામાં આવે છે, અને તેને ખાડોમાં ફેંકી દેવામાં આવે છે. જ્યારે કેબલ કેબલને કનેક્ટ કરીને બહાર નીકળી જાય છે ત્યારે તે કોઇલ અને મીઠું પણ ઉમેરવામાં આવે છે અને તે સાધનસામગ્રી સાથે જોડાયેલું છે. કોલસો જમીનમાં ભેજ રાખે છે અને મીઠું અવરોધ ઘટાડે છે.


અર્થીન્ગ કરવાના બે રીત છે.


1 પાઇપ અર્થીન્ગ :


              પાઇપ અર્થીન્ગ ની ધરતીમાં, 2.5 મીટર ગેલવેનાઈઝ 3 મીટરની ખાડામાં ખોદવામાં આવે છે, જમીનના બહારના ભાગમાં એક ખૂણાનો અને ખાડોમાં કોલસો, મીઠું અને કાળી માટી મૂકવામાં આવે છે, જે કોતરણી માટે સારી માનવામાં આવે છે. ઉપરોક્ત આકૃતિમાં વર્ણવ્યા મુજબ, ત્રણ મિશ્રણ કરીને પાઈપ્સને સુવ્યવસ્થિત કરવામાં આવે છે અને ટાંકીને તેની ટોચ પર મૂકવામાં આવે છે, જેમાં કનેક્ટર મૂકવામાં આવે છે, જે અર્થપૂર્ણ અર્થ બનાવવાનો છે લે સાધનો હતી નળ પાણી ઉપર ઓ, જે ક્યારેક મજબૂત બને કે અર્થીન્ગ ઉનાળામાં ઓ પાણી છે સાથે જોડવામાં આવે છે


2 પ્લેટ અર્થીન્ગ :



                       આ પ્રકારના કોતરણીમાં, 2.5 × 2.5 ft ગૅલવેનાઈસ  પ્લેટ વાહક અથવા જાડા વાયર દ્વારા ગેસ વેલ્ડીંગ અથવા અખરોટ બોલ્ટથી જોડાયેલ છે અને ખાડોમાં કોલસો અને મીઠાના માટીથી વાવેતર કરવામાં આવે છે. અને તે સાથે સંકળાયેલ વાહક જમીન બહાર નહીં, ત્યાં એક ટેન્ક બનાવવામાં આવે છે. અને ત્યાંથી ઉપકરણ તેના આપ્યાના શરીર સાથે જોડાયેલું છે.

Monday, 18 September 2017

ડી.સી. 4 પોઇન્ટ સ્ટાર્ટર ( DC 4 Point Starter )

ડી.સી. 4 પોઇન્ટ સ્ટાર્ટર ( DC 4 Point Starter )


                આકૃતિ માં આ સ્ટાર્ટર ની રચના દર્શાવવા માં આવી છે.આપણે જોઈ ગયા કે ડી.સી.મોટર ને ડાઇરેક્ટ સપ્લાય સાથે જોડી શકાય નહીં કારણ કે મોટર ને નુકશાન થાય છે આમ ના થાય તેટલા માટે સ્ટાર્ટર નો ઉપયોગ થાય છે આપણે ડી.સી.સ્ટાર્ટર ના પ્રકાર વિષે જાણ્યું અને આજે આપણે ડી.સી.4 પોઇન્ટ સ્ટાર્ટર વિષે જાણીશું
             
                   

આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની રચના દર્શાવવા માં આવી છે.આપણે જોઈ શકીયે છીએ કે ડી.સી.સપ્લાય નો એક છેડો ઓવરલોડ રીલે માં થઇ ને હેન્ડલ માં આપેલ હોય છે.જે રેઝીસ્ટન્સ મારફતે મોટર ના આર્મેચર ને મળે તે રીતે ની ગોઠવણ કરેલ હોય છે.અને ડી.સી.સપ્લાય નો બીજો છેડો સીધેસીધો મોટર ના બીજા ટર્મિનલ ને આપેલ હોય છે એટલે કે મોટર ની સીરીઝ માં સ્ટાર્ટર નુ જોડાણ કરવામાં આવે છે.સ્ટાર્ટર મા nvc કોઇલ પણ જોવા મળે છે જે   મોટર ને ફુલસ્પીડ પર આવી જતા હેન્ડલ ને પકડી રાખે છે
                     હવે જયારે ચાલુ સપ્લાય માં ભંગાણ પડે ત્યારે nvc કોઇલ નું મેગ્નેટિઝ્મ નાશ પામશે અને હેન્ડલ સ્પ્રિંગ ની મદદ થી પાછી ખેંચાઈ બંધ સ્થિતિ માં આવી જશે અને ફરી અચાનક સપ્લાય આવતા હેન્ડલ જ્યાં સુધી  ફરીથી ફેરવવામાં ના આવે ત્યાં સુધી મોટર ચાલુ થશે નહીં 
                      હવે જયારે ચાલુ મોટરે ઓવરલોડ નો પ્રશ્ન ઉત્પન્ન થતા ઓવરલોડ રીલે માંથી વધારે પ્રવાહ પસાર થશે અને તેમાં મેગ્નેટ ઉત્પ્ન્ન થતા  તેની સામે ની સ્ટ્રીપ ખેચાશે પરિણામે અને nvc કોઇલ ના બંને ટર્મિનલ શોર્ટ થતા nvc કોઇલ નું મેગ્નેટિઝ્મ નાશ પામે છે અને હેન્ડલ ફરી બંધ સ્થિતિ માં આવી જશે અને મોટર બંધ થશે 
                          તો આ હતી 4 પોઇન્ટ સ્ટાર્ટર ની કાર્યપધ્ધતિ   

Tuesday, 12 September 2017

ડી.સી.3 પોઇન્ટ સ્ટાર્ટર

                              તેને ત્રણ બિંદુ સ્ટાર્ટર પણ કહી શકાય છે.તેની રચના આકૃતિ માં બતાવેલ છે મોટર ને સ્ટાર્ટ કરવા  માટે હેન્ડલ ને ઑફ પોઝીશન થી પ્રથમ કોન્ટેક્ટ પોઝીશન ઉપર ખસેડવામાં આવે છે કુલ અવરોધ આર્મેચર સર્કિટ માં હોય છે ફીલ્ડ નું જોડાણ નો વોલ્ટ કોઇલ મારફતે સપ્લાય સાથે સીધેસીધું જોડવા માં આવે છે હવે જેમ જેમ મોટર ની સ્પીડ માં વધારો થાય છે તેમ તેમ આર્મેચર બેક emf ઉત્પ્ન્ન કરે છે અને કરન્ટ ના મૂલ્ય માં ઘટાડો થાય છે.


હવે હેન્ડલ ને બીજા સ્ટેપ પર ખસેડવામાં આવે છે.ફરી પાછું આ પ્રકાર નું કાર્ય થશે છેવટે હેન્ડલ નું છેલ્લા સ્ટેપ પર કરવામાં આવે છે આ વખતે આર્મેચર એ સીધું સપ્લાય સાથે જોડાશે અને આ વખતે હેન્ડલ એ નો વોલ્ટ કોઇલ જોડે આવી જતા નો વોલ્ટ કોઇલ માં મેગ્નેટ ઉત્પન્ન થવાથી તે હેન્ડલ ને પકડી રાખશે અને મોટર ને ચાલુ રાખવા માટે હેન્ડલ ને પકડી રાખવાની જરૂર નહિ રહે અને મોટર ફુલ સ્પીડ માં ફરશે
                              3 પોઇન્ટ સ્ટાર્ટર નું મિકેનિઝમ એવું કરેલ હોય છે કે જો કોઈ કારણસર સપ્લાય બંધ થતા nvc કોઇલ નું મેગ્નેટિઝમ નાશ પામશે અને હેન્ડલ એ સ્પ્રિંગ ના મારફતે ફરી ઑફ પોઝીશન માં આવી જશે એટલે કે ફરી સપ્લાય ચાલુ થતા મોટર ને સીધેસીધો સપ્લાય ના મળતા ફરી હેન્ડલ વડે પાછી બધી પ્રક્રિયા કરવી પડશે સ્ટાર્ટર માં ઓવરલોડ રીલે પણ ફિટ કરેલ હોય છે.જે ઓવરલોડ થી પણ રક્ષણ આપે છે.



જેના મિકેનિઝમ માં  મોટર ઓવરલોડ થતા તેની સિરીઝ માં રહેલ ઓવરલોડ કોઇલ માં મેગ્નેટ ઉત્પન્ન થશે આમ તેની સામે રહેલ સ્ટ્રીપ કોઇલ તરફ આકર્ષાશે પરિણામે nvc કોઇલ ના બંને કોન્ટેક્ટ શોર્ટ થશે અને nvc કોઇલ ડીમેગ્નેટાઈઝ થતા હેન્ડલ ઑફ પોઝીશન માં આવતા મોટર બંધ થઇ જશે
                         તો આવા સલામતી યુક્ત પ્રણાલી થી 3 પોઇન્ટ સ્ટાર્ટર સુસજ્જ હોય છે