Thursday, 26 April 2018

લેન્ઝ નો નિયમ (Lenz's Law): વિદ્યુત ચુંબકીય સંકેતન અને EMF પર તેનો પ્રભાવ

શું તમે લેન્ઝ ના નિયમ (Lenz Low) વિષે જાણો છો જો નહિ તો આ પોસ્ટ માં આપણે આ નિયમ વિષે ચર્ચા કરીશું તો આવો જાણીયે,
આગળ ની પોસ્ટ માં આપણે કિર્ચહોફ ના નિયમ વિષે જાણ્યા અને હવે આ પોસ્ટ માં આપણે જાણીયે લેન્ઝ ના નિયમ વિષે 

લેન્ઝ નો નિયમ ( Lenz Low )  

 
Lenz Low
   
             

         લેન્ઝ નો નિયમ હેનરિચ લેંજ દ્વારા 1833 માં રેન્ડર કરવામાં આવ્યો હતો.

લેન્ઝનો નિયમ (Lenz's Law) વિદ્યુત ચુંબકીય સંકેતન (Electromagnetic Induction)ના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આ નિયમ કહે છે કે જ્યારે magnetic flux માં ફેરફાર થાય છે, ત્યારે તે Electromotive Force (EMF) ઉત્પન્ન કરે છે, અને આ EMF તે ફેરફારના દિશાની વિરોધી दिशा તરફ પ્રવાહ બનાવે છે. આ નિયમ એ electric currentના દિશાને નિયંત્રિત કરે છે અને ચુંબકીય પ્રતિકાર (Magnetic Resistance) માટે જવાબદાર છે.


લેન્ઝ ના નિયમનું કાર્યકર્ષણ (Working of Lenz's Law)

લેન્ઝ નો નિયમ કહે છે કે "જ્યારે ચુંબકીય ક્ષેત્ર (Magnetic Field)માં ફેરફાર થાય છે, ત્યારે EMFmagnetic fluxના બદલાવના વિરોધી દિશામાં પ્રવાહ બનાવે છે." આ opposing current (કોઈંકાર પ્રતિકાર) ના સર્જન માટે જવાબદાર છે, જે વાસ્તવમાં એક પ્રકારની opposition છે, જે magnetic intensity (ચુંબકીય ઘનતા) ને ઘટાડે છે.


Direction of EMF (ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો દિશાનો નિયમ)

Lenz's Law મુજબ, EMF હંમેશા તે ફેરફારના દિશાની વિરોધી દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરે છે. જેમ જેમ magnetic flux વધે છે, EMFનો પ્રવાહ તે flux ના વધારા ની વિરુદ્ધ દિશામાં દ્રષ્ટિ આપે છે. આ પ્રક્રિયા એ magnetic field અને electric current ની ક્રિયા પર નિયંત્રણ લાવે છે.


લેન્ઝ ના નિયમનો વિદ્યુત ચુંબકીય સંકેતન પર પ્રભાવ (Impact of Lenz's Law on Electromagnetic Induction)

લેન્ઝ નો નિયમ electromagnetic induction અને EMFના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે magnetic flux ફેરફાર થાય છે, ત્યારે EMF ઉત્પન્ન થાય છે જે electric currentની દિશાને નિયંત્રિત કરે છે. આ નિયમ inductive resistance અને magnetic fieldના બન્ને પર અસર કરે છે.


Magnetic Flux and Electric Current Interaction

Magnetic flux ના વધારા સાથે, electric current નું દિશાનું પ્રતિસાદ EMFના દિશાને કારણે બદલાય છે. આ opposing current કે opposition દ્વારા electric currentનું દિશાત્મક નિયંત્રણ કરવામાં આવે છે, જે magnetic intensity પર નિયંત્રણ પ્રદાન કરે છે.


લેન્ઝ નો નિયમ અને વિદ્યુત ઉપકરણો (Lenz's Law and Electrical Devices)

Lenz's Law એ વિવિધ વિદ્યુત ઉપકરણો જેમ કે transformers, generators, અને electric motorsમાં મહત્વપૂર્ણ છે. આ નિયમ એ magnetic field અને electric current વચ્ચેની ક્રિયા પર નિયંત્રણ લાવે છે, જે વિદ્યુત શક્તિ ઉપકરણો માટે અવશ્યક છે.


નિકર્ષ (Conclusion)

લેન્ઝ નો નિયમ (Lenz's Law) એ વિદ્યુત ચુંબકીય સંકેતન (Electromagnetic Induction) અને EMFનાં નિયમિત અને પ્રતિકારાત્મક અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. Magnetic flux અને electric current વચ્ચેના સંબંધને સમજવાથી, આપણે magnetic field અને opposing current ના કાર્યકાંગ માટે વધુ સકારાત્મક અને કાર્યક્ષમ ઉપકરણો બનાવી શકીએ છીએ. Lenz's Law વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના મહત્વના સિદ્ધાંતોમાં છે જે આજકાલનાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધનમાં ઉપયોગી છે.


Saturday, 14 April 2018

ડી.સી.મોટર ના પ્રકાર ,રચના,અને ઉપયોગો

                              ડી.સી.મોટર નીચે પ્રમાણે 3 પ્રકાર ની હોય છે

1.ડી.સી.સીરીઝ મોટર:

                                     જે ડી.સી.મોટર માં ફીલ્ડ કોઇલ આર્મેચર સાથે સીરીઝ માં જોડેલ હોય છે તેને સીરીઝ મોટર કહેવામાં આવે છે.તેની ફીલ્ડ કોઇલ જાડા તાર ના ઓછા આંટાની બનેલ હોય છે.આવી મોટરો નો શરૂઆત નો ટૉર્ક ઊંચો હોય છે.
                                    આવી મોટરો માં જયારે આર્મેચર કરંટ માં ફેરફાર થાય છે ત્યારે ફ્લક્સ માં પણ ફેરફાર થાય છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ જેમ જેમ વધે તેમ તેમ તેની ગતિ માં ઝડપ થી ઘટાડો થાય છે.તેવી જ રીતે જયારે લોડ માં ઘટાડો થાય ત્યારે કરંટ માં ઘટાડો જોવા મળે છે.અને બેક emf માં વધારો થાય છે.બેક emf માં જોઈતો વધારો કરવા તેની ગતિ માં પણ વધારો થવો જોઈએ અને ગતિમાં આ પ્રમાણે નો જે વધારો થાય છે તે પુષ્કર પ્રમાણ માં હોય છે.એટલે કે મોટરનો લોડ 0 હોય ત્યારે એની ગતિ એટલી બધી વધી જાય છે કે જેથી તેના કેન્દ્ર ત્યાગી બળ ની અસર થી આર્મેચર ના ખાંચા માંથી વાઇન્ડીંગ પણ બહાર નીકળી જાય છે.આથી સીરીઝ મોટર 0 લોડ પર હોય ત્યારે અથવા બહુ જ ઓછા ભાર સાથે કદાપિ ચલાવવામાં આવતી નથી.



                       ઉપર મુજબ જયારે લોડ ત્વરિત રીતે ખસેડી લેવામાં આવે છે ત્યારે ફ્લક્સ ઘટી જવાથી મોટર ની ઝડપ ખુબ વધી જાય છે.આ કારણ થી આ મોટર ને પટ્ટા વડે જોડવી એ ભય જનક છે.કારણકે જો પટ્ટો તૂટી જાય કે સરકી જાય તો ઝડપ અત્યંત વધી જશે.

 સીરીઝ મોટર નો ઉપયોગ :

                      જે જગ્યા પર  શરૂઆત માં વધારે ટૉર્ક ની જરૂર પડતી હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે દા.ત.ક્રેઈન,હોઇસ્ટ ,ઇલેક્ટ્રિક ટ્રેન અને ટ્રામ,લાર્જ બેન્ડિંગ રોલ,પંખા,એર કોમ્પ્રેસર,ગિયર ડ્રાઈવ વગેરે

2.ડી.સી.શન્ટ મોટર:

                      આ પ્રકાર ની મોટર માં ફીલ્ડ કોઇલ અને આર્મેચર ને એકબીજા ને સમાંતર  જોડવામાં આવે છે.આ મોટરના ફીલ્ડ ને વધારે અવરોધ વાળું બનાવવા માટે તેને તારના વધારે આંટાવાળું બનાવવા માટે તેને તારના વધારે આંટાવાળું બનાવવામાં આવે છે.આ પ્રકારની મોટર માં ફીલ્ડ વાઇન્ડીંગ આર્મેચર ને સમાંતર જોડેલું હોવાથી ફીલ્ડમાંથી એક સરખો વીજપ્રવાહ વહે છે


                      મોટર જયારે ભાર શૂન્ય હોય છે ત્યારે ફ્લક્સ વધારે હોય છે.અને જેમ જેમ લોડ વધતો જાય છે.તેમ તેમ આર્મેચર ની પ્રતિક્રિયા ને લઈને આ ફ્લક્સ માં થોડો ફેરફાર થાય છે.ફ્લક્સ માં ફેરફાર થવાથી ગતિમાં ફેરફાર થાય છે.પરંતુ આ ફેરફાર નજીવો હોય છે અને ગણતરી માં લેવામાં આવતો નથી આ કારણના લીધે શન્ટ મોટરને અચળ ગતિવાળી મોટર કહેવામાં આવે છે.
                      ખાસ કરીને 1/2 H.P.કે તેથી વધુ શક્તિ ધરાવતી દરેક શન્ટ મોટર તેના મુખ્ય ધ્રુવો ની વચ્ચે વધારાના ધ્રુવો ધરાવે છે.જેમનો ઉદ્ધેશ્ય સ્પાર્કિંગ થતું અટકાવવાનું હોય છે.આ મોટર ને તેના જોડાણો માં ફેરફાર કરી ને ઉલટી દિશામાં પણ ફેરવી શકાય છે આ કામ માટે તેમાં વહેતા વીજપ્રવાહ ની દિશા આર્મેચર દ્વારા બદલવી પડે છે.

શન્ટ મોટરના ઉપયોગ :

                   શન્ટ મોટર અચળ ગતિનો ગુણધર્મ ધરાવતી હોવાથી જે જગ્યા એ વસ્તુઓની ગતિ માં ફેરફાર કરવાનો ના હોય તેમને ચલાવવા આ પ્રકારની મોટર નો ઉપયોગ કરવામાં આવે છે દાખલ તરીકે મશીન શાફ્ટ ની લાઈન શાફ્ટ ચલાવવા ,તેમજ પમ્પ,મશીન ટૂલ્સ બ્લોઅર્સ ,પ્રિન્ટિંગ પ્રેસ ,સ્પિનિંગ મશીન વગેરે ચલાવવા માટે આ પ્રકાર ની મોટર નો ઉપયોગ થાય છે.

3.કમ્પાઉન્ડ મોટર :

              કમ્પાઉન્ડ જનરેટર ની જેમ કમ્પાઉન્ડ મોટર માં પણ સીરીઝ અને શન્ટ એમ બંને ફીલ્ડ કોઇલ હોય છે અને તેથી એર ગેપ ની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે બંને ફીલ્ડ ની સંયુક્ત અસર થી થાય છે સીરીઝ ઓછા આંટાવાળું જાડા તાર નું બનેલું હોય છે જયારે શન્ટ વાઇન્ડીંગ વધારે આંટાવાળું પાતળા તાર નું બનેલું હોય છે.આ પ્રકાર ની મોટર માં સીરીઝ અને શન્ટ એમ બંને પ્રકારના ફીલ્ડ હોવાથી કમ્પાઉન્ડ મોટરમાં બંને પ્રકાર ની મોટર ના ગુણધર્મો નો સમાવેશ જોવા મળે છે.હવે જો સીરીઝ ફીલ્ડ પ્રબળ હશે તો મોટર સીરીઝ મોટર ની જેમ કાર્ય કરશે અને જો શન્ટ ફીલ્ડ પ્રબળ હશે તો મોટર શન્ટ મોટર ની માફક કાર્ય કરશે 


            જો બંને ફીલ્ડ ના ફ્લક્સ એક દિશામાં રહે એ પ્રમાણે આ બન્ને ફીલ્ડ ને જોડવામાં આવ્યા હોય તો તેવા જોડાણવાળી મોટર ને કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે પરંતુ જો સિરીઝ ફીલ્ડ ના ફ્લક્સ શન્ટ ફીલ્ડ ની ફ્લક્સ ની વિરુધ્ધ દિશામાં હોય તો તેવા જોડાણવાળી મોટર ને ડિફરન્શીઅલ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે 

કમ્પાઉન્ડ મોટર નો ઉપયોગ :

                આ મોટર માં સીરીઝ અને શન્ટ બંને પ્રકાર ના ગુણધર્મો જોવા માલ્ટા હોવાથી જ્યાં વધારે પડતો  ટૉર્ક સવિરામ જોઈતો હોય ત્યાં દા.ત.પ્રેસ મશીન ,રોલિંગ મિલ્સ ,સ્ટોન ક્રશર લિફ્ટ વગેરે માં આ પ્રકાર ની મોટર નો ઉપયોગ જોવા મળે છે 

કમાઉન્ડ મોટર ના ફાયદા :

1.જયારે લોડ ઘટી જાય ત્યારે આ મોટર ની સ્પીડ સીરીઝ મોટર ની જેમ ખુબ વધી જતી નથી 
2.જયારે લોડ વધારે હોય તો તે કિસ્સા માં વધારે પ્રમાણ માં ટૉર્ક ઉત્પન્ન કરી શકે છે  

Sunday, 8 April 2018

પોલીફેઈઝ એટલે શું ?તેના ફાયદા જણાવો

પોલીફેઈઝ :

                       એક કરતા વધારે એટલે કે 2 ફેઇઝ,3 ફેઇઝ અને 6 ફેઇઝ ને પોલીફેઈઝ કહેવામાં આવે છે 

સિંગલ ફેઇઝ :

                        એક ફેઇઝ સપ્લાય ઉત્પન્ન કરતું ઓલ્ટરનેટર એક વાઇન્ડીંગ ધરાવતું હોય છે.આ કિસ્સા માં વોલ્ટેજ તેમજ કરન્ટ નું મૂલ્ય બદલાતું નથી 

2ફેઇઝ :

                      બે ફેઇઝ સપ્લાય ઉત્પન્ન કરતું ઓલ્ટરનેટર બે વાઇન્ડીંગ ધરાવતું હોય છે.તે બન્ને વાઇન્ડીંગ એવી રીતે મુકેલી હોય છે.જેથી તેમની વચ્ચે ફેઇઝ તફાવત 90 ડિગ્રી મળે છે.આ પ્રકાર ના સપ્લાય માં હવે જો ફેઇઝ અને ન્યુટ્રલની વચ્ચે વોલ્ટેજ નું મૂલ્ય 200 v હોય તો બે ફેઇઝ મળતા વોલ્ટેજ 200 * √2V હશે 

3 ફેઇઝ :

                     3 ફેઇઝ ઓલ્ટરનેટર ત્રણ વાઇન્ડીંગ ધરાવતું હોય છે તે એવી રીતે ગોઠવેલ હોય છે જેથી તેમની વચ્ચે ફેઇઝ તફાવત 120 ડિગ્રી મળી રહે.હવે જો કોઈ એક ફેઇઝ અને ન્યુટ્રલ ની વચ્ચે વોલ્ટેજ નું મૂલ્ય 200 v હોય તો કોઈ પણ બે ફેઇઝની વચ્ચે મળતા વોલ્ટેજ =200* √3v હશે.

Wednesday, 4 April 2018

મેગ્નેટિઝમ સંબંધિત વ્યાખ્યાઓ

  • મેગ્નેટ સંબંધિત અમુક બાબતો ની વ્યાખ્યા 
1.ચુંબકીય બળ રેખાઓ :


                           તે એક કાલ્પનિક પ્રકાર ની રેખાઓ કહી શકાય કે જે મેગ્નેટ ની અંદર સાઉથ પોલ થી નોર્થ પોલ તરફ પ્રવાસ કરે છે.અને મેગ્નેટ ની બહાર તે નોર્થ પોલ થી સાઉથ પોલ તરફ ટ્રાવેલ કરે છે. મેગ્નેટની પોલ્સની નજીકમાં બળ રેખાઓ વધારે પ્રબળ જોવા મળે છે જયારે મેગ્નેટ થી દૂર આ રેખાઓ નબળી પડતી જાય છે.બળ રેખાઓ ને માપવા માટે નો એકમ મેક્સવેલ છે.અને તેનો મોટો એકમ વેબર છે
               1વેબર =1000000 મેક્સવેલ થાય છે.

2.મેગ્નેટિક ફીલ્ડ 

                         મેગ્નેટ ની ફરતે જેટલી જગ્યા બળ રેખાઓ દ્વારા રોકવામાં આવતી હોય અથવા તો બીજા શબ્દો માં કહીયે તો મેગ્નેટ ના આજુબાજુ જેટલા વિસ્તાર માં મેગ્નેટ ની અસર રહેતી હોય હોય છે તે વિસ્તાર ને મેગ્નેટિક ફીલ્ડ કે ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે 


3.મેગ્નેટિક સર્કિટ 

                         મેગ્નેટિક સર્કિટ દ્વારા ધારણ કરેલ સતત માર્ગ ને મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે.

4.મેગ્નેટોમોર્ટીવ ફોર્સ :

                         મેગ્નેટિક સર્કિટ માં મેગ્નેટિક ફ્લક્સ જાળવી રાખવા માટે જોઈતા મેગ્નેટિક પોટેન્શીઅલ તફાવત ને મેગ્નેટોમોર્ટીવ મોર્ટીવ ફોર્સ કહેવામાં આવે છે.તે ઇલેક્ટ્રિકલ સર્કિટના emf ની સમાન હોય છે મેગ્નેટોમોર્ટીવ ફોર્સ નો એકમ ગિલ્બર્ટ છે.mks પધ્ધતિમાં તેનો એકમ એમ્પીયર ટર્ન છે.

5.મેગ્નેટિક ફ્લક્સ :

                       મેગ્નેટિક ફીલ્ડ દ્વારા ધારણ કરેલ વિસ્તાર કે જગ્યાને ક્રોસ કરતા બળ રેખાઓ ના ગ્રુપ ને મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે.

6.મેગ્નેટિક ઇન્ડકશન :

                      આ એક એવી ક્રિયા છે કે જેના લીધે મેગ્નેટિક પદાર્થ મેગ્નેટ ની હાજરી ના લીધે મેગ્નેટિક ગુણધર્મ ધરાવતો થઇ જાય છે. દા.ત. લોખંડ ના એક સળિયા ને લોખંડની ભૂકીને નજીક માં મુકવામાં આવે અને તે સળિયા ના નજીક મેગ્નેટ રાખવામાં આવે તો તે સળિયા માં મેગ્નેટ ની હાજરી ના લીધે મેગ્નેટિઝમ ઉત્પન્ન  થશે અને તે સળીયો લોખંડની  ભૂકી ને આકર્ષશે 

Monday, 2 April 2018

મેગ્નેટિઝ્મ અને ઈલેકટ્રોમેગ્નેટિઝમ

મેગ્નેટ એટલે શું ? અને તેના પ્રકાર (What Is Megnet )

                    કુદરતી રીતે મળી આવતા કેટલાક ખનિજોમાં લોખંડ ના નાના ટુકડા ને આકર્ષવાની શક્તિ રહેલ હોય છે ખનિજ ના આવા ટુકડાઓ ને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે.તેમના આકર્ષવાના આ ગુણધર્મ ને ચુંબકત્વ કે મેગ્નેટિઝ્મ કહેવામાં આવે છે મેગ્નેટ ના બંને છેડા ને પોલ્સ અથવા ધ્રુવ કહેવામાં આવે છે.જયારે મેગ્નેટને મુક્ત રીતે લટકાવતા બંને ધ્રુવ ના મુખ એટલે કે છેડા ઉત્તર-દક્ષિણ દિશામાં રહે છે. જે છેડો ઉત્તર દિશા માં  રહે છે તેને ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા માં રહે તેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે.જેને નોર્થ પોલ (N) અને સાઉથ પોલ (S) થી પણ ઓળખવામાં આવે છે
                                           હવે જાણીયે મેગ્નેટ ના પ્રકાર વિષે તો તેના બે પ્રકાર હોય છે 

1.કુદરતી મેગ્નેટ :

                          આવા ચુંબક ખનિજ રૂપ માં કુદરતી રીતે મળી આવતા હોવાથી તેને કુદરતી ચુંબક તરીકે અલખવામાં આવે છે.તેનો ઉપયોગ નાવિકો દ્વારા દિશા જાણવા માટે થતો હોવાથી આ પ્રકાર ના મેગ્નેટ ને દિશાસૂચક પથ્થર એટલે કે કમ્પાસ પણ કહેવામાં આવે છે.

2.કૃત્રિમ મેગ્નેટ :

                         કુત્રિમ રીતે બંનાવવામાં આવતા મેગ્નેટને કુત્રિમ મેગ્નેટ કે આર્ટિફિસિઅલ મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે.તેના નીચે મુજબ પ્રકાર પડે છે.


કાયમી કે પર્મેનેન્ટ મેગ્નેટ :

                         જે મેગ્નેટ મૅગ્નેટિક ગુણધર્મો ને લાંબા સમય સુધી જાળવી રાખવામાં સક્ષમ હોય તે મેગ્નેટ ને કાયમી મેગ્નેટ કહેવામાં આવે છે। જે બાર પ્રકારના,U પ્રકારના ,ઘોડા ની નાળ પ્રકારના ,સિલિન્ડરીકલ પ્રકાર ના અને કમ્પાસ ની સોય પ્રકારના હોય છે 

હંગામી મેગ્નેટ:

                         મેગ્નેટાઇઝિંગ બળ ને દૂર કરતા જે મેગ્નેટ માં મેગ્નેટિક ગુણધર્મો નાબૂદ થઇ જતા હોય છે તેવા ચુંબક ને હંગામી મેગ્નેટ કહેવામાં આવે છે જેને ઇલેકટ્રોમેગ્નેટ તરીકે પણ કહેવામાં આવે છે.


ઇલેકટ્રોમેગ્નેટ એટલે શું ? તેના વિષે સમજાવો :

     
                   
                            બધા જ ઇલેકટ્રોમેગ્નેટ હંગામી મેગ્નેટ હોય છે તે લોખંડ ના ટુકડા ની ફરતે સુપર એનેમલ વાયર થી વાઉન્ડ કરીને તેમાંથી કરંટ પસાર કરીને  બનાવવા માં આવે છે.જ્યાંસુધી કરંટ પ્રસારિત  કરવામાં આવે ત્યાં સુધી જ તેમાં મેગ્નેટિઝ્મ રહે છે અને તે ઇલેકટ્રોમેગ્નેટ બની રહે છે.ઇલેકટ્રોમેગ્નેટ બનાવવા માટે નરમ પોલાદ અથવા તો સિલિકોન સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવે છે 

મેગ્નેટ ના ગુણધર્મો :
  1. મેગ્નેટ હમેશા આયર્ન તેમજ તેના એલોય ને આકર્ષે છે 
  2. જયારે મેગ્નેટ ને મુક્તપણે લટકાવવામાં આવે છે ત્યારે તેનો નોર્થ પોલ ધરતી ની ઉત્તર દિશા  તરફ અને તેનો સાઉથ પોલ ધરતી ની દક્ષિણ દિશા તરફ  રહેશે
  3. મેગ્નેટ ના સમાન પોલ વચ્ચે આકર્ષણ અને અસમાન પોલ વચ્ચે અપાકર્ષણ થાય છે 
  4. જયારે મેગ્નેટ ના ટુકડા કરવામાં આવે દરેક ટુકડો સ્વતંત્ર મેગ્નેટ બની જાય છે 
  5. જયારે મેગ્નેટ ને ગરમ કરવામાં આવે અથવા તો તેને ઉંચાઈએથી પછાડવામાં આવે તો તેનું મેગ્નેટિઝ્મ નાશ પામે છે।