મેગ્નેટ એટલે શું ? અને તેના પ્રકાર (What Is Megnet )
કુદરતી રીતે મળી આવતા કેટલાક ખનિજોમાં લોખંડ ના નાના ટુકડા ને આકર્ષવાની શક્તિ રહેલ હોય છે ખનિજ ના આવા ટુકડાઓ ને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે.તેમના આકર્ષવાના આ ગુણધર્મ ને ચુંબકત્વ કે મેગ્નેટિઝ્મ કહેવામાં આવે છે મેગ્નેટ ના બંને છેડા ને પોલ્સ અથવા ધ્રુવ કહેવામાં આવે છે.જયારે મેગ્નેટને મુક્ત રીતે લટકાવતા બંને ધ્રુવ ના મુખ એટલે કે છેડા ઉત્તર-દક્ષિણ દિશામાં રહે છે. જે છેડો ઉત્તર દિશા માં રહે છે તેને ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા માં રહે તેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે.જેને નોર્થ પોલ (N) અને સાઉથ પોલ (S) થી પણ ઓળખવામાં આવે છે
હવે જાણીયે મેગ્નેટ ના પ્રકાર વિષે તો તેના બે પ્રકાર હોય છે
1.કુદરતી મેગ્નેટ :
આવા ચુંબક ખનિજ રૂપ માં કુદરતી રીતે મળી આવતા હોવાથી તેને કુદરતી ચુંબક તરીકે અલખવામાં આવે છે.તેનો ઉપયોગ નાવિકો દ્વારા દિશા જાણવા માટે થતો હોવાથી આ પ્રકાર ના મેગ્નેટ ને દિશાસૂચક પથ્થર એટલે કે કમ્પાસ પણ કહેવામાં આવે છે.
2.કૃત્રિમ મેગ્નેટ :
કુત્રિમ રીતે બંનાવવામાં આવતા મેગ્નેટને કુત્રિમ મેગ્નેટ કે આર્ટિફિસિઅલ મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે.તેના નીચે મુજબ પ્રકાર પડે છે.
કાયમી કે પર્મેનેન્ટ મેગ્નેટ :
જે મેગ્નેટ મૅગ્નેટિક ગુણધર્મો ને લાંબા સમય સુધી જાળવી રાખવામાં સક્ષમ હોય તે મેગ્નેટ ને કાયમી મેગ્નેટ કહેવામાં આવે છે। જે બાર પ્રકારના,U પ્રકારના ,ઘોડા ની નાળ પ્રકારના ,સિલિન્ડરીકલ પ્રકાર ના અને કમ્પાસ ની સોય પ્રકારના હોય છે
હંગામી મેગ્નેટ:
મેગ્નેટાઇઝિંગ બળ ને દૂર કરતા જે મેગ્નેટ માં મેગ્નેટિક ગુણધર્મો નાબૂદ થઇ જતા હોય છે તેવા ચુંબક ને હંગામી મેગ્નેટ કહેવામાં આવે છે જેને ઇલેકટ્રોમેગ્નેટ તરીકે પણ કહેવામાં આવે છે.
ઇલેકટ્રોમેગ્નેટ એટલે શું ? તેના વિષે સમજાવો :
બધા જ ઇલેકટ્રોમેગ્નેટ હંગામી મેગ્નેટ હોય છે તે લોખંડ ના ટુકડા ની ફરતે સુપર એનેમલ વાયર થી વાઉન્ડ કરીને તેમાંથી કરંટ પસાર કરીને બનાવવા માં આવે છે.જ્યાંસુધી કરંટ પ્રસારિત કરવામાં આવે ત્યાં સુધી જ તેમાં મેગ્નેટિઝ્મ રહે છે અને તે ઇલેકટ્રોમેગ્નેટ બની રહે છે.ઇલેકટ્રોમેગ્નેટ બનાવવા માટે નરમ પોલાદ અથવા તો સિલિકોન સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવે છે
મેગ્નેટ ના ગુણધર્મો :
- મેગ્નેટ હમેશા આયર્ન તેમજ તેના એલોય ને આકર્ષે છે
- જયારે મેગ્નેટ ને મુક્તપણે લટકાવવામાં આવે છે ત્યારે તેનો નોર્થ પોલ ધરતી ની ઉત્તર દિશા તરફ અને તેનો સાઉથ પોલ ધરતી ની દક્ષિણ દિશા તરફ રહેશે
- મેગ્નેટ ના સમાન પોલ વચ્ચે આકર્ષણ અને અસમાન પોલ વચ્ચે અપાકર્ષણ થાય છે
- જયારે મેગ્નેટ ના ટુકડા કરવામાં આવે દરેક ટુકડો સ્વતંત્ર મેગ્નેટ બની જાય છે
- જયારે મેગ્નેટ ને ગરમ કરવામાં આવે અથવા તો તેને ઉંચાઈએથી પછાડવામાં આવે તો તેનું મેગ્નેટિઝ્મ નાશ પામે છે।
No comments:
Post a Comment